રાજ્યની માંદી પડેલી સુગર ફેક્ટરીને 25 કરોડની વ્યાજ સહાયની જાહેરાતથી સુગર ફેકટરીઓને ખૂબ ફાયદો થશે : ઘનશ્યામ પટેલ

- નવા બજેટ મા સહકારી ક્ષેત્રે અને ખેડૂત લક્ષીબજેટ ને આવકારતા ભરૂચ નર્મદાના ખેડૂતો અને સહકારી આગેવાનો મા આનંદ ની લાગણી પ્રવૃતિ છે
- જેના અનુસંધાને ભરૂચ નર્મદા ન ખેડૂતોએ કર્યુ નાણામંત્રી નીતિન પટેલનુ સન્માનકર્યુ હતુ
ગુજરાત સરકાર ના નવા બજેટમા ખેડૂતો, સહકારી ક્ષેત્રો માટે ખુબજ મહત્વ અને જરૂરિયાતોને જગ્યા આપી મંજૂરી આપી છે.જેનાથી ખેડૂતો અને સહકારી ક્ષેત્રોને ખૂબ ફાયદો થશે એ બાબતે રમત ગમત અને સહકાર મંત્રી ઈશ્વર પટેલ અને નર્મદા સુગર અને ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ એમ.ડી નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ખડુતો વતી નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કરી તેમનું બહુમાન કર્યું હતું.
આ બાબતે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખડુતોનું દુઃખ દૂર થયું છે.કેમ કે રાત્રીના લાઈટોને કારણે ખેડૂતોને દીપડાની બીક રહેતી હતી.હવે સવારે ખેડૂતોને લાઈટો મળશે.આ સાથે ખેતરોમાં ગોડાઉન માટે NA કરાવવા ખડુતોને પડતી મુશ્કેલી આ બજેટમાં દૂર કરી અને ઉપરથી ગોડાઉન બનવવા માટે 30 હજારની સહાય જાહેર કરી છે.
રાજ્યની માંદી પડેલી સુગર ફેક્ટરીને 25 કરોડની વ્યાજ સહાયની જાહેરાતથી સુગર ફેકટરીઓને ખૂબ ફાયદો કર્યો છે.ખેડૂત લક્ષી બાબતોનો બજેટમાં સમાવેશ કર્યો છે.એટલે અમે ખેડૂતો અને સહકારી ક્ષેત્ર વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગાંધીનગર આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા