જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૦ માર્ચના ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૦ માર્ચના ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૦ માર્ચના સવારના ૧૦:૦૦ કલાકથી સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે એક દિવસીય ”ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો–ર૦ર૫” નું આયોજન કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ મેળાના ઉદઘાટન સમારોહ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયાના વરદ હસ્તે કરવામાં આવશે.
આજના વર્તમાન સમયમાં જળસંચય, જળ નિયમન, યાંત્રિકીકરણ, ખેતીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ, પાકનું કાપણી પછીનું વ્યવસ્થાપન, ખેતીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ, મૂલ્યવર્ધન, ખેતીમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટીક્સ જેવી નવીનતમ ટેકનોલોજીઓનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. જેને લીધે ખેતીની આવકમાં વધારો થાય તેમજ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય, આજનો ખેડૂત ખેતીની અવનવી ટેકનોલોજીથી માહિતગાર થાય, તેનું પ્રત્યક્ષ નિદર્શન લઈ શકે અને ખેતીમાં તેને અપનાવી પોતાની ખેતીને સરળ અને રસસભર બનાવી શકે તેવા હેતુ સાથે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હેઠળ ચાલતા ઓલ ઈન્ડિયા કો–ઓર્ડીનેટડ રીસર્ચ પ્રોજેકટ ઓન ફાર્મ ઈમ્પલીમેન્ટસ એન્ડ મશીનરી, પોસ્ટ હાર્વેસ્ટ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી , ઈરીગેશન વોટર મેનેજમેન્ટ અને પ્લાસ્ટીક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચર સ્ટકચર એન્ડ એન્વાયરોમેન્ટ મેનેજમેન્ટ, ઈન્ડીયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ એન્જીનીયર્સ, ગુજરાત ચેપ્ટર, જૂનાગઢ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી, AFPRO, ન્યુ દિલ્હી તથા તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી., રાજકોટના સાથ સહકારથી ”ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો–ર૦ર૫” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે સંશોધન નિયામકશ્રી ડો.આર.બી માદારીયા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.બી.જાદવ, કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો.એચ.ડી.રાંક અને અન્ય કર્મચારીઓનો જહેમત ઉઠાવી રહયા છે. આ મેળામાં વિવિધ કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજી ધરાવતા, પ્રાકૃતિક ખેતી સંબંધીત સ્ટોલો મુખ્ય આકર્ષણ રહેશે. તેમ પ્રિન્સિપાલ અને ડીનશ્રી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300