હિંદુ જાગરણ મંચના વકીલનું નામ ફરિયાદમાં ખોટી રીતે નામ સંડોવી બદનામ કરવા સામે કાર્યકરોમાં ભારે રોષ

તાજેતરમાં હિંદુ જાગરણ મંચના વકીલ કેતન પટેલ તથા વકીલ નિરજ જૈનનું નામ ફરિયાદમાં ખોટી રીતે નામ સંડોવી હિંદુ જાગરણ મંચ અને હિંદુ સંગઠનોનું બદનામ કરવા સામે હિંદુ જાગરણ મંચના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે અને તેના વિરોધમાં રાજપીપળા ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ બાબતે રાજપીપલા ખાતે નર્મદા ના હિંદુ જાગરણ મંચના કાર્યકરોએ જણાવ્યું છે કે ખંભાત પોલીસ સ્ટેશને હિંદુ જાગરણ મંચના કાર્યકરોને તથા હિંદુ જાગરણ મંચ ને બદનામ કરવા અને હિન્દુ કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ તોડવાનું કૃત્ય કરેલ છે જેનો અમે સખત શબ્દોમાં વાંધો સાથે વખોડી કાઢી આ ફરિયાદ કરનાર ફોજદારની સત્વરે ખાતાકીય તપાસ કરવાની માંગ કરી હતી તથા હિન્દુ સમાજ યુવાનો વિરુદ્ધ આ ખંભાત. પોલીસ કિન્નાખોરી રાખી દ્વેષભાવ રાખી કોઈ અગમ્ય લાભ લેવા ખોટા નામ દાખલ કરેલ છે જે ફરિયાદોની સત્વરે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે તા. 25/ 2 /20 ના રોજ કરેલી ફરિયાદમાં વકીલ કેતન પટેલ તથા વકીલ નિરજ જૈનનું નામ તાત્કાલિક કાઢી નાખવામાં આવે અને તેની ફરિયાદમાં ખોટી રીતે નામ સંડોવવામાં ખાતર તથા હિંદુ જાગરણ મંચ અને હિંદુ સંગઠનનું નામ ખોટી રીતે બદનામ કરવા સારુ ફરિયાદ દાખલ કરનાર અને ફરિયાદ દાખલ કરવાની સૂચના આપનાર સામે તાત્કાલિક ખાતાકીય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા