વિજયનગર આર્ટ્સ કોલેજમાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ

રાજપુર કેળવણી મંડળ સંચાલિત વિજયનગર આર્ટ્સ કોલેજ માં વિધાર્થી પરિષદ દ્વારા વાર્ષિકત્સવ અને બી.એ.સેમ -6 અને એમ.એ સેમ -4 ના વિધાર્થીઓના વિદાય સમારંભ યોજાયો આ કાર્યકર્મની શરૂઆત વિધાર્થીની ઝરણાબેન ગણેશ વંદનનાથી કરી કોલેજના ઇન.પ્રિનિપાલ ડો. એલ. એસ. મેવાડા સાહેબે ઉપસ્થિત મહેમાનનોનું પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું. ડો.જે. એમ. પુરોહિત સાહેબે કોલેજના વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું.
આ પ્રસંગે ઉપસ્થિત સમારંભ ના અધ્યક્ષશ્રી રમેશભાઈ પંચાલ (SBI નિવૃત મેનેજર વિજયનગર) મુખ્ય મહેમાન ડો.બળવંતભાઈ જાની સાહેબ (કુલપતિ સાગર યુનિવર્સિટી મધ્યપ્રદેશ( વિદાય લેતા વિધાર્થીઓને શુભેચ્છાઑ આપીને દીક્ષાંત વક્તવ્ય આપ્યું અતિથિવીશેષ ડો.રાજેશકુમાર પટેલ (અધ્યક્ષ અંગ્રેજી વિભાગ મહિલા આર્ટ્સ કોલેજ વિજાપુર) તેમજ પંચાલ કનુભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના તેજસ્વી અને ક્રિયાશીલ વિધાર્થીઓને ઉપસ્થિતિ મહેમાનશ્રીઓના વરદ હસ્તે પરિતોષિક અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિધાર્થી પરિષદના ઇન્ચાર્જ શ્રી ડો. આર. ડી. પટેલ અને ડો.બી. એ. પટેલ કર્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)