મેઘરજના ચિથરીયા મહાદેવ અને રાજગોળમા હેન્ડપંપ રીપેરીંગની કામગીરી

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા પંચાયત ના સદસ્ય નરેશ ડામોર દ્વારા આવનાર સમયમાં પીવાના પાણી તંગી ને ધ્યાને લઇ હેન્ડપંપો રીપેરીંગની કામગીરી હાથ ધરતાં લોકમુખે ઉત્સાહ જોવા મળ્યો ગત ચોમાસામાં વરસાદ ખુબ સારો પડયો હતો.પરતુ જમીન માં સંગ્રહ દેખાઇ રહ્યો નથી જેટલુ વરસાદ નુ પાણી પડયુ તે વહી ગયુ જમીન માં રીચાજૅ ના થયુ જેના કારણે અત્યારે થી જ હેન્ડપંપો અને બોરોમાં પાણીના તળો અચાનક જ ઓછા થયા છે.
ત્યારે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડૅ ભિલોડા યાંત્રિક વિભાગ દ્વારા આજે ચિથરીયા મહાદેવ મંદિર અને ગામેતી ફળિયામાં તેમજ અલગ અલગ હેન્ડપંપોમાં રીપેરીંગ અને તળ નીચુ જતાં પાઇપો પણ નાખવામાં આવી રહી છે. અત્યાર થી ઉનાળાની સમસ્યા નુ બીડુ ઝડપી લેતા યુવાનો અને વડિલો કામગીરી ને બિરદાવી તેમજ ખુબ જરુરીયાત હશે અને હેન્ડપંપ રીપેરીંગ ના થાય તો બીજો સરકાર જોડે વિકલ્પ લઇ ને સોલ્યુશન કરવાની વાત પણ મુકી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)