ક્રુઝ લાઈનર અને નવા પુલનું લોકાર્પણ અને બગીચો ખુલ્લો મુકાશે

- વડાપ્રધાનની મુલાકાત સુધી અધિકારીઓને મુખ્ય મથક નહીં છોડવા આદેશ :ગોરાનો ડૂબાડૂબ પુલ ભૂતકાળ બની ગયો.
- વડાપ્રધાનના આગમન ટાણે કોઇ પણ અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ અપાયો.
વડાપ્રધાન 22મી માર્ચે કેવડીયા ખાતેની સૌથી ઉંચી સરદાર પ્રતિમાની મુલાકાતે આવી રહ્યા છે તેમના આગમન ટાણે અને પ્રવાસીઓની સુવિધામાં ત્રણ નવા પીછા ઉમેરાશે. ક્રુઝ લાઈનર ઉદઘાટન અને નવા પુલનું લોકાર્પણ કરાશે તેમજ એક ગાર્ડન પણ ખુલ્લો મુકાશે.
શ્રેષ્ઠ ભારત ભવન થી સરદાર પ્રતિમા સુધી કિ.મી.ના અંતર માટે 200 પ્રવાસી બેસી શકે તેવી ક્રુઝ લાઇનનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે. આ ક્રુઝ નું યુદ્ધના ધોરણે ઉદ્ઘાટન કરવાની કામગીરી શરૂ થતાં 55 વર્ષ જૂનો ગોરા ડૂબડુબા પુલને તોડી પાડવાની કામગીરી આરંભાઇ છે.
આ ડુબાડુબા તોડવા પાછળનું કારણ એ છે કે એક તરફ ક્રુઝ લાઈનનું ઉદઘાટન કરી પ્રવાસીઓ માટે જળમાર્ગે સરદાર પ્રતિમા સુધીની સફર કરવામાં ડૂબાડૂબ પુલના 14 અને 15 નંબરના પિલ્લરો નડતા હતા, જેના લીધે યુદ્ધના ધોરણે આ બ્રિજને તોડી પડવાને ફરજ પડી છે.
વડાપ્રધાનની મુલાકાત ટાણે કોઇપણ અધિકારીને હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ અપાયો છે. નવા પ્રોજેક્ટ નિર્માણાધીન તેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાના પણ આદેશો અપાયો છે. આ કાર્યક્રમ નક્કી થતાં જ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા