રાજ્યભરમાં ફાગણની શરૂઆની જગ્યાએ અષાઢી માહોલ

રાજ્યભરમાં ફાગણની શરૂઆની જગ્યાએ અષાઢી માહોલ
Spread the love

રાજસ્થાન પર સર્જાયેલઈ સાઇક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. જેના કારણે રાજ્યભરમાં ફાગણની શરૂઆની જગ્યાએ અષાઢી માહોલ સર્જાયો હતો. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે કેરી સહિતના પાકને ભારે નુકશાન થવાની ભિતી ખેડૂતો સેવી રહ્યાં છે. જ્યારે દિવસભર વાદળછાંયા વાતાવરણ બાદ મોડી સાંજે અમદાવાદનું પણ વાતાવારણ પલટાયું હતું અને રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં વરસાદની વકી નથી પરંતુ એક દિવસ દરમિયાન તાપમાનનો પારો 1થી 3 ડિગ્રી જેટલો ઘટતા ઠંડકનો માહોલ રહેશે. ત્યારબાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે. રાજ્યપર સર્જાયેલી સિસ્ટમને કારણે ગુરુવારે સવારથી જ રાજ્યના વિવિધ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠૈર ઠૈર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ વાતાવરણ દિવસભર વાદળછાંયુ રહ્યું હતું.

જો કે, મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને રાત્રે એસ.જી. હાઇવે, સેટેલાઇટ, જોધપુર, કોટ વિસ્તાર, સી.જી. રોડ, આશ્રમ રોડ, નરોડા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નોકરીથી પરત ફરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જેવી જ પરિસ્થિતિ ગાંધીનગરમાં પણ જોવા મળી હતી. વરસાદ પડવાને કારણે તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થતા ફરી ઠંડકનો માહોલ છવાયો છે. ગુરુવારે ભાવનગરમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ બંધાયો છે. એક તરફ હાલ આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ છે અને દરેક આંબામાં પુષ્કળ મોર જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની ભિતી છે.

બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ગુરુવારે કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કરી મુક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, થરાદ, અમીરગઢ સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે ખેતરોમાં ઉભેલો ઘઉં, જીરૂ સહિતના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું. વરસાદને પગલે સૂકો ઘાસચારો બચાવવા માટે ખેડૂતોએ દોડા દોડી કરી મૂકી હતી. પાલનપુર શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અફરા તફરી મચી જવા પામી હતી.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

IMG-20200306-WA0007.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!