રાજ્યમાં થઇ શકે છે હુમલો ! પોલીસને મળ્યો પત્ર, સેન્ટ્રલ આઈ.બી.એ એલર્ટ રહેવા સૂચના..

દેશમાં લાગું થયેલા CAA કાયદા બાદ સમગ્ર સ્થળો પર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, ત્યારે આવા વિરોધ વચ્ચે સેન્ટ્રલ આ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને દેશના મંત્રીઓ અને પોલીસો પર હુમલાની આશંકા વ્યક્ત કરતા સૂચના આપી છે.
સૂચનાસેન્ટ્રલ આઇ.બીએ જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, DGP શિવાનંદ ઝા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અને પ્રવિણ તોગડીયા સહિતના નેતાઓ પર હુમલાની ધમકી મળી છે. આ ધમકીભર્યા પત્ર મળતા જ IB સહિત પોલીસ સક્રિય બની છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, મોત આ લોકોને બોલાવી રહી છે. આ સાથે જ દંગા કરવાની પણ ધમકીનો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર બાદ DGP અને ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી હતી.
રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી, ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા સહિત અનેક પર હુમલાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા પત્રને લઇને પોલીસને એલર્ટ કરવામાં આવી છે. પત્રમાં એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે ગુજરાતમાં તોફાનો પણ કરાવશે. આ પત્ર મળતા ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર હકીકત અંગે ટેલિફોનિક માધ્યમથી પૂછતા તેમને માત્ર તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેવું જણાવ્યું છે. જ્યારે વિશ્વસનીય સુત્રોનું કહેવું છે કે ATS, ક્રાઇમ બ્રાન્ચ, CID ક્રાઇમ સહિતની તમામ એજન્સીઓ વચ્ચે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને ત્યારબાદ તમામ સંવેદનશીલ વિસ્તારમાંથી અસામાજિક તત્વોની અટકાયત કરી તપાસનો દોર શરૂ કરવામાં આવશે.
પત્રમાં જે રીતનો ઉલ્લેખ છે તેને લઈ રાજ્ય પોલીસ એક્શનમાં આવી છે. રાજ્યની તમામ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તત્કાલીન બેઠક યોજી રાજયમાં સલામતી અને શાંતિ બનાવવા સૂચન કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાત ATSને પણ સૂચના આપવામાં આવી છે કે રાજ્યમાં પત્રને લઈ તપાસ શરૂ કે સાથે શંકાસ્પદ તમામ ઇસમોની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં NRC અને CAAને લઈ જે રીતનો માહોલ બન્યો છે તેને લઈ પોલીસ કોઈ પણ કસર રાખવા માંગતી નથી તેવું જોવા મળી રહ્યું છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)