ભારતમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ ચિંતિત
દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓને કારણે કોરોના વાઈરસને લઈ સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ ચિંતીત બન્યા છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અને વિશ્વની આઠમી અજાયબી એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દિનપ્રતિદિન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, અને સ્ટેચ્યુ જોઈને આનંદવિભોર થઈ જાય છે.
બીજી તરફ કોરોના વાયરસ એ માથું ઊંચું ભારતમાં પણ આ વાયરસના લક્ષણોના શંકાસ્પદ કેસ નજરે પડ્યા છે અને તેમાં પણ ગુજરાતમાં પણ એક બે કેસ પોઝિટિવ આવતા જે સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કેમકે સ્ટેચ્યુ જોવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે દરેક પ્રવાસીને સ્કેનિંગ જરૂરી છે. જો તમને સ્કિન કરીને જવા દેવામાં આવે તો કોરા ના વાયરસનું જોખમ ઘટી શકે છે. તંત્ર આ બાબતે કઈ વિચારશે ખરું ? ગુજરાતમાં જે મહોત્સવ યોજાવાના હતા તે પણ રદ કરાયા છે.
પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ સ્થળે કોરાનો વાયરસની ચકાસણી માટે ટેસ્ટીંગ મેડિકલ સેન્ટર બનાવવાની માંગ ઉઠી છે એટલું જ નહીં પ્રવાસીઓ માટે ખાસ કંઈ વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે કોઈ વિદેશથી પ્રવાસી સ્ટેચ્યુ પર આવે અને સંક્રમેત થાય તો હજારો પ્રવાસીઓની સંક્રમીત થવાની શક્યતા નકારી શકાતી નથી તેની સાવચેતીના પગલારૂપે પણ નર્મદાનું આરોગ્ય તંત્ર એલર્ટ બને તે જરૂરી છે હજી સુધી આ દેશમાં આરોગ્ય વિભાગ કોઈ પગલા લીધા ન હોવાથી પ્રવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા