ગાડીત ગામમાં ધોરણ-10નો વિદ્યાર્થીને ચક્કર આવતા પડી જતા હોસ્પિટલમાં ખસેડાયો

ગઈકાલે બદામ ગામના બે વિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષા આપવા ગયેલા તેમાં એક વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું જ્યારે બીજો એક બનાવ ગાડી ગામે બનવા પામ્યો હતો બીજા બનાવમાં ગાડી કામનો ધોરણ-10 નો વિદ્યાર્થી રાજ વાસી વસાવા અચાનક બીમાર પડયો હતો ઘરે થી 8:30 કલાકે સવારે પરીક્ષા આપવા જઇ રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવી જતાં નીચે પડી જતાં તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેને કારણે પેપર ચૂકી જતાં તે પરીક્ષા આપી શક્યો ન હતો.
જ્યારે ગઈકાલે ના અકસ્માતમાં બચી ગયેલી બાઇક સવાર ધ્રુવીત રાજેશ વસાવા માંગરોલ ખાતે પરીક્ષા આપવા જતા બાઇકને અકસ્માત નડતા ધ્રુવીતને ગંભીર ઈજા થતા તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેને કારણે પરીક્ષા આપી શક્યો ન હતો આમ બંને વિદ્યાર્થીઓને પેપર ચૂકી જતા સંતાનો બોર્ડની પરીક્ષા ન આપી શકતા તેમના માતા-પિતા માટે ચિંતાનો વિષય બન્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા