કડીની યસ બેંકના ખાતેદારો પોતાના છતાં પૈસે બેંક સામે ભિખારી બન્યા

કડી સ્થિત કડી છત્રાલ રોડ પર આવેલ યસ બેંકમાં કેશનો અભાવ હોવાનું જોવા મળી રહ્યું છે બેન્ક ના કર્મચારીઓએ હેડ ઓફીસ ની સુચનાને લીધે કે બેન્ક માં રોકડ રકમના અભાવના કારણે ગ્રાહકોને રોકડ રકમ આપવામાં આવી રહી નથી અને ખાતાધારકોને ધક્કા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને કેશને બદલે ટોકન આપવામાં આવી રહ્યા છે.
એક તરફ જ્યાં ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી તરફ સરકારી અને ખાનગી બેંકોમાં ખોટો વર્તાતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે કડી માં પણ યસ બેંકમાં પૈસા ઉપડવા પર ‘નો’ જવાબ મળી રહ્યો છે ત્યારે યશ બેંકના ખાતેદારો પોતાના જ પૈસા બેંકમાં બચત કરી પછતાઈ રહ્યા છે. યશ બેન્ક દ્વારા ખોટા ધીરાણો કરવા મામલે વર્ષ 2018 માં બેંકના વડા રાણા કપૂરને બરતરફ કરાયા હતા ત્યાં નવા આવેલ બેંકના વડા તરીકે રવનીત ગિલે બેંકની એનપીએની યાદી જાહેર કરતા બેંકે માર્ચ 2019માં પ્રથમવાર ખોટ દર્શાવી હતી.
જોકે તાજેતરમાં યશ બેન્ક દ્વારા ATM અને ઓનલાઈન ટ્રાન્જેક્શન પર મહિને 50 હજાર થી વધુ ઉપડવા પર રોક લગાવતા યશ બેન્કના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે તો કેટલાક ખાતેદારો બેંકના સંકટને જોતા પોતાના પૈસા ડૂબી જવાના ભયમાં બેંકના ધક્કા ખાવા દોડી આવી રહ્યા છે જોકે યશ બેંકે હાલમાં રોકડ રકમ આપવા માટે NO કહી દેતા ગ્રાહકોને માત્ર ટોકન આપી પરત ધકેલી દેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્થિતિ જોતા યસ બેંકના ખાતેદારો પોતાના જ પૈસા હોવા છતાં બેન્ક પાસે લાચાર બન્યા છે ત્યારે હવે યશબેન્કમાં રહેલા પૈસા ખાતેદારોને ક્યારે અને કેવી રીતે મળે છે તે તો હવે જોવું જ રહ્યું…!
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન લોકોના પૈસા યસ બેંકમાં સુરક્ષિત હોવાનું કહી રહ્યા છે અને બેન્ક દ્વારા રોકડ રકમ ઉપાડવા ઉપર 50,000 સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે ત્યારે કડી સ્થિત યસ બેન્ક દ્વારા લોકોને રોકડ રકમના આપીને ખાલી ટોકન આપવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક યસ બેંકના સત્તાધીશોને આ બાબતમાં સવાલ કરતા તેમણે યેનકેન પ્રકારના બહાનાં બતાવી જવાબ આપવાનું ટાળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું હતું.