નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા

નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા
Spread the love
  • શિક્ષણનું પ્રમાણ વધતા દર વર્ષે નાંદોદ તાલુકાના આમદલા, કલીમકવાણા ગામે આદિવાસીઓ અંગારા પર ચાલવાની જૂની પરંપરા હવે બંધ થવા માંડી છે.
  • કોમ્પ્યુટર યુગમાં પણ આદિવાસીઓની અંગારા પર ચાલવાની અગાઢ શ્રદ્ધા.
  • સમયના પ્રવાહમાં આદિવાસીઓની અંગારા પર ચાલવાની પ્રથા ક્રમશઃ આવતી-જતી ઓટ.
  • હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. આદિવાસી હોળી નો તહેવાર તેમની પરંપરા અને રીવાજો માટે જાણીતો છે.

આદિવાસીઓની શ્રદ્ધા પણ એટલી જ અદ્ભુત છે. હોળી પછી ધુળેટી પર્વે ચુલના મેળા ભરાય છે જેમાં નાંદોદ તાલુકાના આમદલા, કલીમકવાણા ગામનો મેળો ભરાતા હતા મેળા અને આદિવાસીઓ ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા વર્ષોથી પ્રચલીત હતી પણ આ પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે એક હતી કે અંગારા પર ચાલવા છતાં આદિવાસીઓ વેદનાનો હરફ સુદ્ધા ઉચ્ચારતા નહોતા તેઓ ક્યારે આજદિન સુધી દઝાયા નથી કે તેમને કોઈ તકલીફ થઈ નથી અંગારા પર ખુલ્લા પગે ચાલતા જોઈને લોકો જોઈને દંગ રહી જાય છે.

નર્મદામાં યોજાતા ચુલના મેળામાં ચુલ માતાનું પૂજન કરી ખાડો ખોદી તેમાંથી ધડકતા અંગાર નાખી પોતાના વહાલસોયા સંતાનોને સાથે લઈને ખુલ્લી તલવાર સાથે ધગધગતા અંગારા પર ચાલીને હેમખેમ બહાર નીકળી જતા હતા, ગામમાં ના આગેવાનોના જણાવ્યા અનુસાર વિજ્ઞાન અને ટેકનોલોજીના કોમ્પ્યુટર યુગમાં પણ આદિવાસીઓની શ્રદ્ધા ડગમગી નથી. જોકે આ શ્રદ્ધાનો વિષય છે. આદિવાસીઓ પોતાની બાધા આખડી પૂર્ણ થતા આદિવાસી પૂર્વક ચુલના માતાનું પૂજન કરી શ્રદ્ધાપૂર્વક આદિવાસીઓ પર ચાલી જતાં તેમને કોઈ દુઃખ દર્દ થતા નહોતા પણ હવે શિક્ષણ યુગમાં આ પ્રથા હવે ક્રમશઃ લુપ્ત થઈ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

IMG-20200307-WA0072.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!