સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમથી ભારતના અલગ અલગ રાજ્યોમા ઉજવણી કરવામાં આવી

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તારીખ 07 માર્ચ 2020ના રોજ સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી એક અઠવાડિયાથી મહિલાના વિકાસમા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિવિધ રાજ્યોની મહિલાઓ તરફ થી ભાગ પણ લેવામાં આવેલ હતો. લાઈવલી હૂડના માધ્યમથી વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેમાં ઓટ્ટો મોબાઈલ કોર્ષ, સીવણ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર ક્લાસ, ઇલેક્ટ્રિક કામ વગેરે વગેરે કાર્યક્રમો અંતર્ગત મહિલાઓના વિકાસમા સાથ મોખરે રહે છે.
જેમાં મહિલા દિવસ નિમિત્તે મહિલા ના જીવન સંઘર્ષ બાબતે સ્પર્ધા , બ્રાઈડલ મેકપ , મહિલા જાગૃતિ માટે રેલી માધ્યમથી જાગૃતિ લાવવા બાબતે માર્ચ આયોજન કરેલ તેમજ મહિલા ને જાગૃકતા માટે એક સેમિનાર જેવું આયોજન કરવામાં આવેલ હતું તેમજ મહિલાના આદર્શ તેવા મહિલાઓ ઉપર એક નિબંધ સ્પર્ધા પણ આયોજન કરેલ છે. જેમાં પાલનપુર, વડોદરા, અમદાવાદના વિવિધ સેન્ટર, વારાણસી જયપુર જેવા સ્થળો ઉપર મહિલા દિવસ મો ઉજવણી કરવામાં આવી તેમજ સાથ મહિલા બાળકો તેમજ યુવાનોના ભવિષ્યના નિર્માણ માટે સતત કામ કરે છે.
રિપોર્ટર :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)