કડીના કૈયલમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતમાં થયો હુમલો
કડી તાલુકાના કૈયલ ગામમાં મકાન નો બીજા માળના નિર્માણ માટે લાવેલ રેતી બાજુમાં રહેતા પડોશી દ્વારા પાણી ઢોળતા રેતી બગડતી હોવાથી કેવા જતા પડોશીએ ધોકા વડે હુમલો કરી જમણા હાથે ઇજા પહોંચાડવાની ઘટના પ્રકાશમાં આવી છે.નંદાસણ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના કૈયલ ગામમાં અશોકભાઇ વિઠ્ઠલભાઈ પરમાર પોતાના મકાનનો બીજા માળનું બાંધકામ કરતા હોવાથી વપરાશ માટે રેતી લાવેલ હતા.અમરતભાઈની બાજુમાં રહેતા પડોશી અમરતભાઈ કાનજીભાઈ પરમાર દ્વારા ઘર બહાર વારંવાર પાણી ઢોળતા હોવાથી અશોકભાઈ પરમાર ની રેતી બગડતી હતી જેથી અશોકભાઇ ના પત્ની કાંતાબેન અમરતભાઈ ને પાણી ઢોળવાની ના પાડતા અમરતભાઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ ગયા હતા.
ઘરમાં પડેલો ધોકો લઈ માર મારવા આવતા અશોકભાઈ ની દીકરી વચ્ચે પડતા તેણીનીને જમણા હાથના પંજા ઉપર વાગ્યો હતો જેથી અશોકભાઈ અને તેમની પત્નીએ આવી દીકરીને વધુ મારથી છોડાવી સારવાર અર્થે મહેસાણા ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમરતભાઈએ ધોકા વડે હુમલો કર્યા બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા અમરતભાઈનું ઉપરાણું લઈ તેમની પત્ની રમીલાબેન તથા દીકરી વીણાબેન દ્વારા પણ ફરિયાદી ને ઢોર માર મરાયાની ફરિયાદ નંદાસણ પોલીસે નોંધી હતી.
નંદાસણ પોલીસે અમરતભાઈ કાનજીભાઈ પરમાર, રમીલાબેન અમરતભાઈ પરમાર, વીણાબેન અમરતભાઈ પરમાર વિરુદ્ધમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.