સાયલા ખાતે રૂ. ૧૩૬ લાખ ના ખર્ચે કરવામાં આવ્યું નવનિર્મિત બસ સ્ટેશનનું ખાત મુહૂર્ત

સાયલા ખાતે રૂ. ૧૩૬ લાખ ના ખર્ચે કરવામાં આવ્યું નવનિર્મિત બસ સ્ટેશનનું ખાત મુહૂર્ત
Spread the love

ગુજરાત સરકાર થકી લીંબડી એસ.ટી.ડેપો સંચાલિત સાયલા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સાયલા ખાતે આજે રૂ. 1.36 લાખ ના ખર્ચે નિર્મિત હાઇવે રોડ પાસે થનાર નવું બસ સ્ટેશન નો ભૂમિપૂજનનું ખાત મુહૂર્ત ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

છેવાડાના નાગરિકોને એસ.ટી.બસ સ્ટેશનમાંઅદ્યતન સુવિધાઓ મળી રહે તેવી રાજ્ય સરકારની નેમ છે તેમ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ  જણાવ્યું હતું. સાયલાખાતે રૂ.૧૩૬.૦૭ લાખના ખર્ચે નવનિર્મિત થનાર અદ્યતન સુવિધા યુક્ત એસ. ટી.બસ સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યમાંકાર્યરત એસ.ટી. સેવાનો ઉત્તરોત્તર વ્યાપ વધી રહ્યો છે ત્યારે છેવાડાના નાગરિકનેસલામત પરિવહન સેવાનો લાભ મળી રહે એ માટે ગુજરાત સરકાર અને એસ.ટી.નિગમ પ્રતિબધ્ધ છે. લીંબડી ડેપો નીચે આવતું આ સાયલા બસ સ્‍ટેશન કંટ્રોલ પોઇન્ટ છે જેનો નાગરિકોને સારો લાભ મળશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવનિર્માણ થનારા બસ સ્ટેશનમાં મુસાફરો માટેબેઠક વ્યવસ્થા સાથે મિટિંગ હોલ, વિદ્યાર્થીઓ માટે પાસ રૂમ, ઉપહાર ગૃહ, પાર્સલ રૂમ,વોટર રૂમ સહિત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્લોપીંગ રેમ્પ વીંથ રેલીંગ તેમજ મુસાફરજનતા માટે શૌચાલય જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે.તેમણે વધુમાંઉમેર્યુ હતું કે, રાજ્યસરકાર એસ.ટી. બસ વિદ્યાર્થીઓને પાસની સુવિધા સાથે  છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી એસ.ટી.બસનીસુવિધા પૂરી પાડી લોકોની સુવિધામાં વધારો કર્યો છે. તેમણે આ તકે બસમાં મુસાફરી કરતા સમયે સ્વચ્છતા જળવાય અને બસમાંકોઈ નુકસાન નથાય તેની તકેદારીરાખવા પણ ઉપસ્થિતોને અનુરોધકર્યો હતો.

સાયલાતાલુકામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે અને લોકોને પીવાના પાણી સાથે ખેડુતોને પણસિંચાઈ માટે પણ પાણી મળી રહે માટે ટૂંક જ સમયમાં સાયલા તાલુકાના ગામોમાં ૪૬ કરોડનાખર્ચે સિંચાઈ માટેની એક યોજના કાર્યરત કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.
જ્યારે આ સાયલા નું નવું બસ સ્ટેશન લીંબડી – સાયલા વિધાનસભા ના લોક લાડીલા માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા રાજકોટ ડિવિઝન એસ.ટી.વિભાગિય નિયામક યોગેશકુમાર પટેલ ના અથાગ પ્રયત્ન થી સાયલા ના લોકો ને નવું અધનત બસ સ્ટેન્ડ મળેલ છે તે એક સાયલા તાલુકા ના લોકો માટે આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી.

આ પ્રસંગે લીંબડી વિધાનસભા માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ના માજી ધારાસભ્ય મહેશભાઈ મકવાણા, ગુજરાત હસ્તકલા ચેરમેન શંકરલાલ દલવાડી, રાજકોટ ડિવિઝન વિભાગીય નિયામક યોગેશકુમાર પટેલ, સુરેન્દ્રનગર એસ.ટી.બસ ના સલાહકાર વનરાજસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ ધીરૂભાઈ ખાંદલા, નાગરભાઈ જીડીયા, ઓઘડભાઈ કાલીયા, રૈયા ભાઈ રાઠોડ, લીંબડી ડેપો મેનેજર પરમાર, રાજકોટ એસ.ટી. વોલ્વો મેનેજર અનીરૂધ્ધસિંહ જાડેજા તેમજ રાજકોટ વિભાગીયના કર્મચારીઓ, અને લીંબડી, સાયલા, ચોટીલા, સુરેન્દ્રનગર,  ધાગધ્રા ના ડ્રાઈવર, કન્ડક્ટ્રો, કર્મચારીઓ, સાયલા તાલુકા ટી.ડી.ઓ. તેમજ નામી અનામી ગણો ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

IMG-20200307-WA0080.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!