સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવવા સંદર્ભે થરાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ભારત દેશની એકતા અને અખંડતીતા જાળવવા પોતાના રાજવાડાઓ દેશને સમર્પિત કરનાર રાજવીઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવવા સંદર્ભે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે ગુજરાતના સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને પત્ર લખીને ઘટતી કાર્યવાહી હાથ ધરવા ભલામણ કરાઈ હતી.
ગુજરાતમાં કેવડિયા ખાતે સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન દ્વારા તેમના પ્રવચનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખંડ ભારતમાં પોતાની તમામ સંપત્તિ અર્પણ કરનાર 562 રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા તેમજ તેમનું ઈતિહાસ મુકવાની ઈચ્છાને વ્યક્ત કરી હતી. આ બાબતે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતા થરાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખીને ઘટતી કાર્યવાહી અંગે ભલામણ કરી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ