જૂનાગઢ ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે વર્કશોપનું આયોજન

જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે તા.06/03/2020 ના રોજ COVID-19 નોવેલ કોરોના વાઇરસ અંતર્ગત જન જાગૃતિ બાબતે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ માં ભેસાણ તાલુકાના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા તમામ ડોક્ટર્સ હાજર રહી માહિતીગાર થયા હતા. આ પ્રસંગે બોલતા ડો પુજા પ્રિયદર્શીની એ કોરોના વાઇરસ કઇ રીતે ફેલાયો તેનો સંપુર્ણ ચિતાર રજુ કરી વર્કશોપ મા હાજર રહેલ ડોક્ટર્સ માટે એક આદર્શ માહોલ ઉભો કરી ખરા અર્થમાં સેશન્સીટાઇઝ કર્યા હતા.
વધુમા ડો. શાહરૂખ સમા દ્વારા કરોના વાઇરસ ના લક્ષણો વિશે માહિતી આપતા જણાવ્યું કે સખત તાવ અસાધારણ થાક લાગવો. નાક વહેવુ ગળામાં બળતરા થવી, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી.. વગેરે લક્ષણો ધરાવતા કેસને સરકારી હોસ્પિટલમાં રીફર કરવા. આ સેમીનાર માં અતિથિવિશેષ તરીકે શ્રી ડો ડી.પી.ચિખલીયા સાહેબે હાજર રહી કોરોના વાઇરસ અંતર્ગત બચવા માટે આટલુ ચોક્કસ કરવાની ભલામણ સાથે બોલતા જણાવ્યું કે એક તો ઉધરસ કા છીંક આવે તો તમારુ મોઢુ અને નાક રૂમાલ કે કપડાથી ઢાંકો.
નાક,આંખ કે મોઢાના અડકતા પહેલા અને પછી તમારા હાથ વારંવાર સાબુથી ધુઓ. તમને તાવ હોય અથવા ઉધરસ અને છીંક આવ્યા કરતી હોય તો ઘણા લોકો એકઠા થાય એવી ભીડભાડ વાળી જગ્યાઓ થી દુર રહો.તમને ઉપર જણાવેલ કોઈ પણ લક્ષણ વર્તાય તો ડોક્ટરની પાસે તપાસ કરાવો.ખુબ પાણી પીવું અને ભુખ્યા ન રહેવુ વગેરે. કાર્યક્રમનો દોર ફરી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો પુજા પ્રિયદર્શીની એ સંભાળતા જણાવ્યું કે કોરોના થી બચવા માટે આટલુ ન કરવાની સલાહ આપી કે હાથ ન મીલાવવા, તેના બદલે નમસ્કારની મુદ્રામાં અભિવાદન કરવુ. ભેટવું નહી.ડોક્ટર ની સલાહ લીધા સિવાય દવાઓનો ઉપયોગ કરવો નહી.
જાહેરમા થુંકવુ નહી. શરદી,ઉધરસ, તાવં હોય તેમણે જાહેરમાં ન નીકળવુ. બાળકો ને શાળા માં ન મોકલવા. શક્ય હોય તો રાજ્ય બહાર કે દેશ બહાર પ્રવાસ કરવાનું ટાળવું વગેરે બાબતોનું ધ્યાન રાખવું. આ તકે હાજર રહેલા ભેસાણ ગામ ના સરપંચ શ્રી ભુપતભાઈ ભાયાણીએ પ્રાસંગિક પ્રવચન સાથે આરોગ્ય લગતા કોઈ પણ કામગીરીમાં સાથ આપવાનાં સંકલ્પ સાથે બોલતા જણાવ્યું કે આજના વર્કશોપ માં તજજ્ઞો દ્વારા કોરોના વાઇરસ અંતર્ગત સાચી માહિતી લઇ આમ જનતામાં તેનો બહોળો પ્રચાર કરી માનવસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડશે એવી આશા સાથે તેણે તમામ ડોક્ટર મિત્રોનો આભાર માન્યો હતો.
ઉપસરપંચ શ્રી વજુભાઈ હીરપરા હાજર રહી ડોક્ટર મિત્રોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો.આભારવિધિ ડો.પી.સી.વેકરીયા સાહેબ અધિશ્રકશ્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણ દ્વારા કરવામાં આવી હતી. ફોટોગ્રાફી તથા પ્રેસ મીડીયા ની જવાબદારી શ્રી હિતેશભાઈ નાગાણી (T.H.S.) ભેસાણ એ નિભાવી હતી.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)