દામનગર મહિલા પુસ્તકાલય ખાતે અમરેલી જિલ્લા ઉદ્યોગકેન્દ્ર નો માર્ગદર્શન સેમિનાર

દામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ડીઆઈસી શ્રી એચ જે શાહ સાહેબની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો દામનગર વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ખાતે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર માં ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજના સ્વરોજગારીઓની અનેક તકો અનેક સફળ ઉદ્યોગકારો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલીના માધ્યમથી આર્થિક ઉન્નતિ માટે નમૂનારૂપ સાહસિકતા થી શરૂ કરેલ વેપાર ધંધા ઉદ્યોગમાં માત્ર સબસીડી જ નહીં પણ રોજગારીઓનું સર્જન કરવા હજારો હાથને હુન્નર કૌશલ્ય આપી ઉત્પાદક થી ઉપભોગતા સુધી સુંદર ભૂમિકા અદા કરી તેની સુંદર માહિતી આપતા ડીઆઈસી શ્રી એચ. જે. શાહ સાહેબ સહિત અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સીઇડી અનુપ શર્મા ઇન્સ રૂસ્તમ સાહેબ સોલંકી સાહેબ સાગરસાહેબ સહિતના અધિકારીશ્રીઓએ વિવિધ મુદ્દાઓ સાથે અવગત કર્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ચાલતી બાજપાય બેંકેબલ પીએમઇજી પી જ્યોતિગ્રામ દંતોપત ઠેકડી માનવ કલ્યાણ ટુલ્સ કીટ સહિત આર્ટિજન ક્રેડિટ લીકેજ સહિતની યોજનાઓથી શિબિરાર્થીઓને અવગત કર્યા હતા. અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સેમિનારમાં પધારેલ એસ જે શાહ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા, પાલિકા પ્રમુખ ગોબરભાઈનારોલા, ચીફ ઓફિસર શ્રી બી. સી. ત્રિવેદી સાહેબ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના શિવણ કલાસ શિક્ષિકા વર્ષાબેન દવે સહિત મહાનુભવોના હસ્તે દીપપ્રાગટય કરી સેમિનાર ખુલ્લો મુકાયેલ હતા.
સંકલ્પ હસ્ત કલા સંસ્થાની તાલીમાર્થી બહેનોને વિવિધ તાલીમના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા આ સેમિનારમાં હીરા ઉદ્યોગકારો વેપારીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ભુપતભાઇ મેલગિયા, અજિતભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઇ પરમાર, જગદીશભાઈ સોની, ભરતભાઇ ગોહિલ, ધીરૂભાઇ ગોદાવરિયા, નિવૃત રેવન્યુ કર્મચારી દવે સાહેબ, અશોકભાઈ ચૌહાણ, સંસ્થા કર્મચારી ગણેશભાઈ નારોલા, મીનાબેન મકવાણા સહિત પત્રકાર નટુભાઈ ભાતિયા, વીનુભાઈ જયપાલ, વિમલભાઈ ઠાકર સહિત અનેકોની વિશાળ ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા