જૂનાગઢ : પકડાયેલા પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓની સઘન પૂછપરછ

જૂનાગઢ : પકડાયેલા પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓની સઘન પૂછપરછ
Spread the love

જૂનાગઢ શહેરના દોલતપરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એસ.એસ.સી. તથા એચ.એસ.સી. ના વિદ્યાર્થીઓના બદલે ડમી વિદ્યાર્થીઓ બેસાડવા માટે બોગસ રિસિપ્ટ બનાવવાના કૌભાંડમાં પકડાયેલા અને પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓ (1) રાજેશ ડાયાભાઇ ખાંટ રહે. દોલતપરા, જૂનાગઢ, (2) પ્રવીણ ઉર્ફે પીપી પુંજાભાઈ સોલંકી આહીર, રહે. બામણાંસા ગામ તા. કેશોદ તથા (3) રાણાભાઇ હકાભાઈ ટાપરિયા ગઢવી, રહે. ભીમદેવલ ગામ, તા. કોડીનાર સહિતના ત્રણ આરોપીઓને જૂનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.રામાણી, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર. કે. ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. મનસુખભાઇ, પંકજભાઈ, વિકાસભાઈ, ભનુભાઈ, કમલેશભાઈ, પૂંજાભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઇ, યશપાલસિંહ, શાહીલ શમાં, સહિતનાની જુદી ત્રણ જુદી ટીમો બનાવી, સઘન પૂછપરછ હાથ ધરવામાં આવ. પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આરોપી રંણજીતભાઈ જીભાઈ પંચાલીયા ગઢવી ઉવ. 50 રહે. રાજનગર, એલ.કે.હાઈસ્કૂલ પાછળ, કેશોદ મૂળ રહે. માણેકવાડા તા. કેશોદ જી. જૂનાગઢની પણ ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલા પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓની જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બનાવેલ જુદી જુદી પોલીસ ટીમો દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી રાજેશ ગુજરાતી ટ્યુશન કલાસ ચલાવે છે અને આરોપી રાણાભાઈ ગઢવી કે જે હાલમાં ધોરાજી એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતો હોય, મુખ્ય સૂત્રધાર આરોપી રાજેશ ગુજરાતીના ટ્યુશન ક્લાસમાં ભણતો હતો. પકડાયેલ આરોપી રાણાભાઇ ગઢવી ભણવામાં હોશિયાર હોય, બીસીએ સુધી અભ્યાસ કરેલ છે અને હાલમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી, આગળ નોકરી મેળવવાના પ્રયત્નો કરી રહેલ છે. આરોપી રાજેશ ગુજરાતી દ્વારા આરોપી રાણાભાઇ ગઢવી હોશિયાર હોઈ, ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપે તો, રૂપિયા મળે છે, એવું જણાવી, કોઈના બદલે ડમી વિદ્યાર્થી તરીકે બેસવું હોય તો, મળવા જણાવેલ હતું. પોતાના પિતાની બીમારી સબબ પોતાને રૂપિયાની જરૂરિયાત હોઈ, તેને આરોપી રાજેશ ગુજરાતીનો સંપર્ક કરી, ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાના કામ કરવા પ્રેરાયેલ હોવાની કબૂલાત* પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે.

સને 2009 ની સાલમાં તા. 20.03.2009 ના રોજ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.એસ.સી. ની પરીક્ષા દરમિયાન આરોપી રામજીભાઈ નાથાભાઈ ધારેચા ઉંવ. 26 રહે. કુકસવાડા ગામ તા. માળીયા હાટીનાને પરીક્ષાર્થી આરોપી હીરાભાઈ લખમણભાઇ સોલંકી ઉંવ. 27 રહે. કુકસવાડાગામ તા. માળીયાના બદલે અંગ્રેજી વિષયનુ પેપર આપતા, ડમી વિદ્યાર્થી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢના ચેકીંગ સ્કવોર્ડ દ્વારા પકડી પાડવામાં આવેલ હતો. આ ગુન્હામાં પણ બોગસ પ્રવેશ પત્ર મળી આવેલ હતું. ચોરવાડ ખાતેના ગુનામાં પણ આ ગુન્હામાં પકડાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે પીપી પુંજાભાઇ સોલંકી આહીર ઉંવ. 32 રહે. ઘેડ બામણાસા તા. કેશોદને પકડી પાડવામાં આવેલ હતો.

આ ગુનામાં અન્ય આરોપીઓ રાજેશ રમણીકલાલ મોઢા ઉંવ. 32 રહે. ઘેડ બામણાસા તા. કેશોદ તેમ જ આરોપી દીપકભાઈ ધનજીભાઈ જેઠવા ઉંવ. 29 રહે. ખોરાસાને પકડી પાડવામાં આવેલ હતા. આ ગુનામાં કુલ પાંચ આરોપીઓને પકડી પાડી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે છેતરપિંડી અને ઠગાઈ તેમજ એકબીજાને મદદગારી કરી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા પકડાઈ જવા અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનો હાલમાં માળીયા કોર્ટમાં ચાલુ છે. આમ, આ ગુન્હામાં પકડાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે પીપી પુંજાભાઈ સોલંકી ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલ હોવાની વિગતો તપાસ દરમિયાન પ્રકાશમાં આવી છે.

જે તે સમયે આરોપી પ્રવીણ ઉર્ફે પીપી સોલંકીએ માત્ર પકડાયેલા વિદ્યાર્થીઓને આરોપી રાજેશ રમણીકલાલ મોઢાનો પરિચય માત્ર કરાવેલ હતો. ત્યારબાદ આરોપી રાજેશ મોઢા પાસેથી આ કામમાં રૂપિયા મળતાં હોવાની વિગત જાણતા, આરોપી પ્રવીણ ઉર્ફે પીપી સોલંકી પોતે પણ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ તથા ડમી વિદ્યાર્થી શોધી આપવાના કામમાં જોડાયો હતો. પોલીસ દ્વારા ભૂતકાળમાં કોઈ વિદ્યાર્થીઓને આ પ્રકારે ડમી વિદ્યાર્થીઓ શોધી પરીક્ષા અપાવેલ છેનકે કેમ…? એ બાબતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે …_

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંધ* દ્વારા ડુપ્લીકેટ રિસીપ્ટ ના ગુન્હાની ઝીણવટ ભરી તપાસ કરવા બનાવેલ જુદી જુદી ટીમો દ્વારા વોન્ટેડ આરોપી રણજિત ગઢવીને પકડી પાડવામા આવતા, પોલીસ રિમાન્ડ ઉપર રહેલ ત્રણ આરોપી સહિત ચારેય આરોપીઓની સાથે રાખીને સમગ્ર ડુપ્લીકેટ રીસિપટ કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવે તો, સમગ્ર પ્રકરણમાં ચારેય આરોપીઓ પૈકી ક્યાં વિદ્યાર્થિની રીસિપ્ત કોના મારફતે ડુપ્લીકેટ બનાવવા લાવેલ અને ડમી ઉમેદવાર તરીકે કોને રાખવાના હતા..?

આ ગુન્હામાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે..? વિગેરે મુદ્દાઓ સર ચારેય આરોપીઓને નામદાર કોર્ટ મા રજૂ કરી, વધુ સાત દિવસના પોલીસ રિમાન્ડ ની માંગણી સાથે રજૂ કરવામાં આવતા, મેજિસ્ટ્રેટ શ્રી એચ.આર.પટેલ સાહેબ દ્વારા પોલીસ રિમાન્ડ ઉપર રહેલા ત્રણેય આરોપીના વધુ દિન 01 ના અને આરોપી રણજિત ગઢવીના દિન 03 ના વધુ પોલીસ રિમાન્ડ ઉપર સોંપવામાં આવતા, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200309-WA0034.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!