જૂનાગઢમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર

જૂનાગઢમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર
Spread the love

ગુજરાત સરકાર દ્વારા બાળ કલ્યાણ વિભાગ અને પોલીસ વિભાગના ઉપક્રમે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી અરજદારો સાથે આવતા બાળકોને સાચવવા તથા સમય પસાર કરવા માટે તેમજ પોલીસનો ડર બાળકના મનમાંથી દૂર થાય તે હેતુથી, ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવવા સુચનાઓ થઈ આવેલ હોઈ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પોત પોતાના પોલીસ સ્ટેશન ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એ.બી. દેસાઈ તથા મેંદરડા પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર હે.કો. કાનજીભાઈ, મહિલા પો.કો. મનાલીબેન, પો.કો. રણજીતભાઇ, સહિતના માણસોની ટીમ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે એક સ્પેશિયલ રૂમમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવી, જિલ્લામાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવેલ છે.

આ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરમા બાળકોને રમવા માટે રમકડાં, રમત ગમતના સાધનો, બુદ્ધિવર્ધક રમતો, વિગેરે ખાસ ગોઠવવામાં આવેલ છે. જેથી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદાર તથા ફરિયાદી સાથે આવતા બાળકોને ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર મા રમત ગમત રમાવા મળશે ઉપરાંત બાળકોના માનસ ઉપર પોલીસની જે વિપરીત છાપ છે, તે નાબૂદ થશે. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવી, જિલ્લામાં બાળકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, પોલીસને બાળકો પ્રત્યે સવેદંનશિલ કરવા કદમ ઉઠાવવામાં આવ્યા છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જુનાગઢ બ્યુરો ચીફ

IMG-20200309-WA0037.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!