મોરબી જલારામ મંદિર ખાતે મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત વિનામુલ્યે માર્ગદર્શન સેમિનાર

Spread the love

મોરબી અયોધ્યા પુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી શનિવાર તા.૧૪-૩-૨૦૨૦ ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન પાયલ મેટરનીટી હોમ & કામિની ગર્ભસંસ્કાર-રાજકોટ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય સબંધિત બાબતો અંગે માર્ગદર્શન સેમિનાર નુ આયોજન કરવા મા આવ્યુ છે. જેમા જુના અને હઠીલા રોગો જેવા કે ડાયાબિટીશ, કમર નો દુખાવો, વા, વજન વધવુ, થાઈરોઈડ, કેન્સર જેવી ગંભીર બિમારીઓ, ખરતા વાળ, વાળ પાતળા થવા, ટાલ, ખોડો, ખીલ, કાળા ડાઘ, દંપતિઓ ને પ્રેગનન્સી પ્લાન કરતા પહેલા અને પ્રેગનન્સી દરમિયાન કઈ કઈ બાબતો ની કાળજી લેવી, ગર્ભસંસ્કાર નુ મહત્વ, રોગપ્રતિકારક શક્તિ વધારવી, માસિક ને લગતી સમસ્યા, સફેદ પાણી પડવા ની સમસ્યા, અનિયમિત માસિક ને લગતી સમસ્યાઓ વગેરે આરોગ્ય વિષયક બાબતો અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવશે. એડવાન્સ રજીસ્ટ્રેશન ની કોઈ આવશ્યકતા નથી. વધુ માહીતી માટે ૭૫૭૫૦૦૧૦૬૫/૬૬ પર સંપર્ક કરવો.

 

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!