દેવમોગરા આદિવાસીએ હોળી પ્રગટાવી હોળી ધુળેટીનો પર્વ મનાવ્યું

દેવમોગરા આદિવાસીએ હોળી પ્રગટાવી હોળી ધુળેટીનો પર્વ મનાવ્યું
Spread the love
  • આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાના મંદિરે પથકની સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી.
  • પાનસર ગામે ધુળેટીના દિવસે રાત્રે 12 વાગ્યા પછી હોળી પ્રગટી.
  • દેવમોગરા મંદિર એ આદિવાસીઓએ ઘેરૈયા નૃત્ય પૂજન કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા આદિવાસી.
  • આદિવાસી ગામમાં હવે એક પછી એક ગામમાં હોળી પેટાવી આ તહેવારના દિવસો સુધી ના ઉજવણીનો પ્રારંભ થયો છે.
  • દેવમોગરા માં હોળી પ્રગટાવ્યા પછી સાગબારા તાલુકામાં ઠેર-ઠેર ક્રમશઃ ગામમાં હોળી પ્રગટી.
  • દેવમોગરા ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓ ઘેરૈયાઓ તેમજ મહારાષ્ટ્રના તોરણામાલના આદિવાસીઓ અને ઘેરૈયા ઉમટી પડ્યા.

નર્મદા જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી ધૂળેટી પર્વ ભારે આનંદ અને ઉલ્લાસ સાથે રંગેચંગે ઉજવાયો હતું. પરપ્રાંતમાંથી પોતાને માદરે વતન નર્મદામાં પાછા ફરેલા આદિવાસી હોળી ની ધૂમ ખરીદી કરીને હોળી પ્રગટાવી ઢોલ, નગારા, વાજિંત્રો સાથે નાચગાન કરીને હોળીના ગીતો ગાયને હોળી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. જેમાં દેવ મોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહા મોગી માતા ના મંદિરે પંથકની સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી અને દેવમોગરા મંદિર એ આદિવાસીઓએ ઘેરૈયા નૃત્ય કરી હોળી પૂજન કરી માતાજીના દર્શન કરી ધન્યતા આદિવાસીઓએ ધન્યતા અનુભવી હતી. આખી રાત ઢોલ-નગારા સાથે નાચગાન કરીને હોળીને પ્રદિક્ષણા પૂજા કરી માતાજીના દર્શન કરી હોળી પર્વ મનાવ્યું હતું. ગ્રામજનોએ ઘેરૈયાઓ માટે મોટો ભંડારો રાખ્યો હતો. જ્યાં ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

દેવમોગરા ખાતે 500 થી વધુ ઘેરૈયાઓ આદિવાસીઓના પારંપરિક પોષાકમાં સજ્જ થઈને આવી પહોંચ્યા હતા. શેઠ શાહુકાર પાસેથી ઘેર ઉઘરાવવાની અને ઘેરૈયા બનાવવાની પારંપારિક પ્રથા આ વર્ષે પણ ચાલુ રહી હતી. અહીં હોળી નો ફાડો એટલે ઘેર ઉઘરાવી તેમાંથી ભંડારો કરવામાં આવે છે. ઘેરૈયાઓ જાહેર માર્ગ પર નાચગાન કરતા બજારોમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આદિવાસી વિસ્તાર દેડિયાપાડા, સાગબારા તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ ભારે ઉલ્લાસભેર હોળી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. દેડિયાપાડામાં હોળીનો સૌથી મોટો હાટ બજાર ભરાતો હોય, જેમાં ઘુમ ખરીદી નીકળી હતી. હોળી નિમિત્તે બજારોમાં ખજૂર, કોપરા, હરડા, ચણા, ધણી, નાળિયેર, કપડા, પગરખા, પિચકારી, રંગો, ઉપરાંત જીવન ઉપયોગી ચીજ વસ્તુઓની પણ ધૂમ ખરીદી નીકળી હતી.

સાંજે હોળીની પ્રદક્ષિણા કરી આદિવાસી પરિવારો એ હોળીમાં ખજૂર, હારડા, કેરી નારિયેળ, મીઠાઈ વગેરેનો ભોગ ધરાવ્યો હતો. દેડીયાપાડા તાલુકાના પાનસર ગામે એક દિવસ મોડી એટલે કે મંગળવારે ધુળેટીના દિવસે રાત્રે 12 વાગ્યા પછી હોળી પેટવવામાં આવી હતી. પાનસર ગામે ધુળેટીના હોળીમાં લાકડા નહીં પણ છાણાં હોમીને પેટાવવાનો રિવાજ હોવાથી વૈદિક હોળી પ્રગટાવી હતી. એ ઉપરાંત પાનસર, કકંલા, બેસણા, કરતલ, ચોકીમાલા, નાની સિંગલોટી, રાલ્દા, બંટવાડી અને આસપાસના અન્ય ગામોમાં પણ આદિવાસીઓ અને ઘેરૈયાઓને નાચગાન કરી હોળી પ્રગટાવી આખી રાત નચગાન કર્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
.

IMG-20200311-WA0091.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!