નર્મદા યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળીનું આયોજન કરાયું

- હોળીમાં હોલિકા માતાજીની સણગારથી સજાવી પૂજન કરાયું.
- લાકડા બચાવી છાણા દ્વારા હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અને અનોખો સંદેશો પાઠવ્યો.
નર્મદાના રાજપીપળા તા તિલકવાડા ગામ માં લાકડા બચાવી છાના દ્વારા હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશા સાથે શહેરીજનોએ વૈદિક હોળી પ્રગટાવી હતી. રાજપીપળા માં હોળી પર્વ એ પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્ય બંગલોઝમાં રહેવાસીઓ દ્વારા વૈદિક કોડીનો આયોજન કર્યું હતું. જેમાં લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરી તેને બદલે દેશી ગાયના છાણા આવી ને ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવ્યા આવી હતી અને લાકડા બચાવી પર્યાવરણનો અનોખો સંદેશો આપ્યો હતો.
જ્યારે ચંદ્રમૌલી સ્વામીજીની પ્રેરણાથી તિલકવાડા ખાતે નર્મદા મંદિરના પ્રગણમાં વૈદિક હોળીનું આયોજન કરેલ છે. જેમાં ગાયના છાણ તેમજ હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી વાતાવરણ શુદ્ધ થાય તેમજ વૃક્ષો નો બચાવ થાય . આ આ પ્રસંગે હોડીમાં હોલિકા માતાજીને શણગાર થી સજાવી પૂજન ભક્તિભાવપૂર્વક કરાયું હતું. પર્યાવરણનું જતન કરી કરવાના સંદેશ સાથે તિલકવાડા ગામના સૌ નગરજનોએ આ હોળી પર્વ પર એક અનોખો સંદેશો પાઠવી દર વર્ષે વૈદિક હોળી હોળી પ્રગટાવવાનો અનોખો સંદેશો પાઠવ્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા