ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચિંચલી ગામે અજબ ગજબ સાંસ્કૃતિક કાર્યક્રમ

ચિંચલી ગ્રામ પંચાયતના અભ્યાસ કરતા નાના ભુલકાવોથી માંડીને મોટા વિધાર્થીઓ દ્રારા નવા નવા ગીતો પર ડીજેના તાલે ડાન્સ કરી પોત પોતાનું પ્રતિભા દાખવી ધુળીટીના રાત્રીના એક દિવસમાં ચિંચલી ગામે આ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં નાના બાળકો અને વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે જેના થી દરેક વિધાર્થી આકર્ષીત થઇ નવા નવા ગીતો દર વર્ષે કરી ડીજે ના તાલે ડાન્સ , વાર્તાઓ, નાટકો કરી ચિંચલી પંચાયત ના લોકોનુ અને બાળકોના વાલીઓનુ મન મોહી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે.
એટલું જ નહી પણ આ કાર્યક્રમમાં ચિંચલી ગામના દસમાં અને બારમાં ધોરણમાં સૌથી વધારે ટકા લાવનાર વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને એને જોઇ બીજા બાળકો દર વર્ષે અભ્યાસમાં મહેનત કરી સારા ટકા લાવી રોકડ પુરસ્કાર મેળવવા માટે વધારે મહેનત કરે એવી પહેલ કરવામાં આવી રહી છે એને જોઈ વિધાર્થીઓ વધારે મહેનત કરી ચિંચલી ગામનું નામ રોશન કરે એવા પ્રયત્નો ચિંચલી ગામના આગેવાનો અને યુવાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દર વર્ષે ધુળીટીના રાત્રી ના એક દિવસે રાખવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ચિંચલી તથા આજુ બાજુના પંચાયતના લોકો અને ખાસ કરીને કાર્યક્રમને નિહાળવા મહારાષ્ટ્ર માંથી પણ લોકો ધણી મોટી સંખ્યામાં આ કાર્યક્રમની આણંદ માણવા ચિંચલી ગામે આવે છે.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)