મોરબી લૂંટ કેસમાં નાસી ગયેલા બે આરોપીઓને પકડવા પોલીસ ટીમ પંજાબ રવાના

મોરબી :- થોડા સમય પહેલા મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં 6.44 લાખના મુદામાલની લુંટ છ શખ્સો દ્વારા કરવામાં આવી હતી જે પોલીસે પંજાબની લુટારુ ગેંગના ચાર કુખ્યાત આરોપીઓને દબોચી લીધા હતા જો કે, હજુ આ ગુનામાં બે આરોપીને પકડવાના બાકી હોવાથી મોરબીથી અધિકારી અને પોલીસ જવાનની ખાસ ટીમ લુંટના બનાવને અંજામ આપીને જે તે સમયે નાશી છુટેલ આરોપી રણજીતસિંગ અને સોનુસિંગને પકડવા માટે પંજાબ રવાના થયેલ છે અને અગાઉ જે ચાર આરોપીને પોલીસે પકડાયા હતા તે ચારેય પંજાબના અનેક ગુનામાં વોન્ટેડ હોવાથી તેને ટ્રાન્સફર વોરંટના આધારે હાલમાં પંજાબ પોલીસ રાજકોટની જેલમાંથી લઇ ગયેલ છે.
મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં ગત 20 ફેબ્રુઆરીના રોજ પંજાબની કુખ્યાત ગેંગના છ શખ્સો દ્વારા 6.44 લાખના મુદામાલની ધોળા દિવસે લુંટ કરી હતી અને બે જુદીજુદી કારમાં તમામ આરોપીઓ નાશી ગયા હતા જો કે, ખેતારડી ગામ પાસે જે કારમાં ચાર આરોપી રૂપિયા સહિતના મુદામાલ સાથે હતા તેને પોલીસે દબોચી લીધા હતા અને તેની પાસેથી પોલીસે પિસ્તોલ તેમજ કાર્ટીસ તેમજ લુંટમાં ગયેલા મુદામાલ કબજે કરી લીધો હતો.
જો કે આ લુંટને અંજામ આપવા માટે ગેંગનો સારથી બનેલ રણજીતસિંગ ઉર્ફે રાણો બલવીરસિંગ મજબી જાતે શીખ (ઉ 25) અને સોનુસિંગ સતનામસિંગ જાટ જાતે શીખ (ઉ 24) રહે બન્ને તરનતારન વાળા બનાવના દિવસે બીજી ગાડીમાં હોવાથી તે ક્રુઝ ગાડીમાં મોરબીથી ભાગી ગયેલ છે જેને પકડવાના બાકી છે માટે હાલમાં મોરબીથી અધિકારી અને પોલીસ જવાનની ખાસ ટીમ આરોપીને પંજાબ પકડવા માટે ગયેલ છે.
અગાઉ પોલીસે લુંટના આ બનાવમાં મનદીપસિંગ પાલસિંગ જટ જાતે શીખ (ઉ 28), બલવિંદર સિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ જાતે શીખ (ઉ 25), અરુણકુમાર શ્રીલાલચંદ મજબી જાતે શીખ (ઉ 30) અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરુમેલસિંગ ગુર્જર (ઉ 30) નામના પંજાબના ચાર કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં અરુણકુમાર શ્રીલાલચંદ મજબી જાતે શીખ અમૃતસરનો કુખ્યાત ગેંગસ્ટર હોવાનું તેમજ પંજાબની જગ્ગુ ભગવાનપુરીયા અને બોબી મલ્હોત્રા ગેંગનો સભ્ય હોવાનું સામે આવ્યું હતું તેમજ બલવિંદર સિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ બોગસ પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હોવાથી તેની સામે દિલ્હીમાં ગુના નોંધાયેલ હોવાની વિગતો સામે આવી હતી.
હાલમાં આ ચારેય આરોપી પંજાબના ઘણા ગુનામાં વોન્ટેડ હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે પંજાબની પોલીસ તેને રાજકોટ જેલમાંથી લઇ ગયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, જે આરોપીને પકડવામાં આવ્યા છે તેનો સારથી જે તે સમયે નાશી છુટેલ રણજીતસિંગ ઉર્ફે રાણો બલવીરસિંગ મજબી બન્યો હતો કેમ કે, તે ટ્રક ડ્રાઈવર હોવાથી અવારનવાર પંજાબથી મોરબી આવતો હતો અને મોરબીથી બહાર નીકળવાના તમામ રસ્તાઓથી વાકેફ પણ હતો.
જો કે મોરબી હળવદ હાઇવે ઉપર પોલીસની ગાડી સામે આવી જતા આરોપીઓની બન્ને કાર જુદી પડી ગઈ હતી ત્યારે રણજીતસિંગ ઉર્ફે રાણો રસ્તાનો જાણકાર હોવાથી તે અને સોનુસિંગ જે કારમાં હતા તે કાર લઈને જીલ્લા બહાર નાસી ગયેલ હતા જેને પકડવા માટે મોરબી પોલીસની ટીમ પંજાબમાં પહોચી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી