મોરબી જિલ્લામાં બે વર્ષમાં 48 નવજાત શિશુના મોત

- વિધાનસભામાં આરોગ્ય મંત્રીની માહિતી : અધૂરા માસે જન્મએ મૃત્યુનું મુખ્ય કારણ
મોરબી જિલ્લામાં બાલ સખા યોજના અન્વયે નવજાત જન્મેલા કેટલા બાળકોની સારવાર કરવામાં આવી જેમાં કેટલા બાળકોના મૃત્યુ થયા હતા એની વિગતો માંગતો પ્રશ્ન વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદાએ પૂછ્યો હતો જેના લેખિત ઉત્તરમાં નીતિનભાઇ પટેલે વિગતો આપી હતી કે 31 ડીસેમ્બર 2019 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં 3085 નવજાત શિશુ ની સારવાર આપવામાં આવી છે. જ્યારે આ સારવાર અન્વયે મોરબી જિલ્લા ની 13 ખાનગી હોસ્પિટલમાં 3,40,55,000 ની રકમ સરકારે છેલ્લા બે વર્ષ માં ચૂકવી હોવાનો લેખિત સ્વીકાર કર્યો છે.
જ્યારે છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં 48 બાળકો ના મૃત્યુ થયું હોવાનું લેખિત સ્વીકારે છે. જોકે નીતિનભાઈ પટેલે હવે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મોરબી જીલ્લામાં 48 બાળકોના મૃત્યુ થયા હોવાનું સ્વીકાર કર્યો છે. અત્યારે નોંધનીય છે કે મોરબી જીલ્લામાં પણ 47 બાળકોના મૃત્યુ 2019માં નોંધાયા છે આ નોંધ ની સરખામણીએ જોવા જઈએ તો વર્ષ 2018માં મોરબીમાં એક બાળકનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે જોકે બાળકોના મૃત્યુ અલગ અલગ કારણોસર થતા હોવાનો સ્વીકાર આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી