મારી યોજના પોર્ટલ : ૬૮૦ થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી મારી યોજના પોર્ટલ પર ઉપલબ્ધ

મારી યોજના પોર્ટલ : ૬૮૦ થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી મારી યોજના પોર્ટલ પર ઉપલબ્ધ
Spread the love

મારી યોજના પોર્ટલ

૬૮૦ થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી મારી યોજના પોર્ટલ પર ઉપલબ્ધ

નાગરિકો સંબંધિત યોજનાઓનો લાભ એક જ સિંગલ પોર્ટલ પર સરળતાથી ઘર બેઠા મેળવી શકશે
ખાસ લેખ

જૂનાગઢ : કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓની માહિતી એક જ જગ્યાએ લોકોને મળી રહે એ માટે મારી યોજના પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ૨૬ વિભાગોની ૬૮૦ થી વધુ યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે.
સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી “મારી યોજના” પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૮૦ થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે. આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે.
“મારી યોજના” પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. “મારી યોજના” પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબલેટ સહિતના ડિવાઈસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે. જેમાં “તમારી યોજના શોધો” ટેબ અન્વયે જેલાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લીસ્ટ ખુલી જશે. પોર્ટલના હોમપેજ પર ન્યુ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે.
પોર્ટલના હોમપેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના ૧૭ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં સંબંધિત યોજનાને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઇ શકે છે. ઉપરાંત સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે.
ત્યારબાદ, હોમપેજને સ્ક્રોલ કરતાં પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતાં વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓ, તેનો સારાંશ, પાત્રતાના માપદંડો, મળવાપાત્ર લાભો અને જરૂરી બિડાણો, અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નાગરિકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોની યોજનાઓને સરળતાથી આ પોર્ટલ પર શોધી શકે છે. નાગરિકો પોતાની વ્યક્તિગત વિગતો અને સામાજિક-આર્થિક પરિબળોના આધારે સરકારી યોજનાઓ માટે પાત્રતા ધરાવે છે કે કેમ તે જાણી શકશે. નાગરિકોની સુલભતા માટે આ પોર્ટલ પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ થશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!