જૂનાગઢ દ્વારા જિલ્લાનો વાર્ષિક કેડીટ પ્લાન ખુલ્લો મુકાયો

જૂનાગઢ દ્વારા જિલ્લાનો વાર્ષિક કેડીટ પ્લાન ખુલ્લો મુકાયો
જૂનાગઢ જિલ્લાનો વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦૩૩૪ કરોડનો ધીરાણ લક્ષ્યાંક નિર્ધારીત
જૂનાગઢ : જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ કેડીટ પ્લાન જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમા ૮૫૦૦ કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવેલ જે ડિસેમ્બર ક્વાર્ટરમાં જ જૂનાગઢ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા સિધ્ધી હાંસલ કરી લેવામાં આવતા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન લીડ બેંક દ્વારા ૧૦૩૩૪ કરોડનાં ધિરાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે. વાર્ષિક કેડીટ પ્લાનમાં ખેતિવાડી ક્ષેત્રે ૧૪૩૨ કરોડ અને ઔદ્યોગિક ક્ષેત્રે ૩૯૨કરોડનો વધારો કરેલ હોવાની વાત લીડ બેંક મેનેજરશ્રી ગણપત રાઠવાએ કરી હતી.
એન્યુઅલ કેડીટ પ્લાન ખુલ્લો મુકવાનાં પ્રસંગે ડિસ્ટ્રીક્ટ કન્સટીવ કમીટી અને ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટીની બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, SBI બેંકના રિજનલ મેનેજર શ્રી નરેન્દ્ર ચૌધરી,BOB બેંકના રિજનલ મેનેજર શ્રી અરવિંદકુમાર સિંહ, સૌરષ્ટ્ર ગ્રામિણ બેંકનાં ડીજીએમ શ્રી મહેતા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની ગ્રામિણ રોજગાર તાલીમ સંસ્થાનાં મેનેજર શ્રી પી. આર. મુછાળ, ખેતિવાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત વિવિધ વિભાગ અને જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકોનાં અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300