જૂનાગઢના બાળકોએ મેળવી અનોખી સિદ્ધિ, રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું

જૂનાગઢના બાળકોએ મેળવી અનોખી સિદ્ધિ, રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું
Spread the love

વિશ્વની નામાંકિત પ્લાઝમા રિસર્ચ સંસ્થામાં મંડલિકપુર અને ભિયાળ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સાયન્સ પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો

જૂનાગઢના બાળકોએ મેળવી અનોખી સિદ્ધિ, રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું

સંકલન : જે.કે.મહેતા

જૂનાગઢ : કેન્દ્ર સરકારના પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા પ્લાઝમા રિસર્ચ સંસ્થા કાર્યરત છે. પ્લાઝમા એટલે પદાર્થનું ચોથું સ્વરૂપ. હાલમાં જેમ વિશ્વમાં અને ભારતની વસ્તી સતત વધી રહી છે, તેમ દરેકની ઉર્જાની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્લાઝમામાંથી વિદ્યુત મેળવવા માટેનું સંશોધન ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચમાં થાય છે.

હાલમાં આ સંશોધન વિશ્વના ૭ દેશોમાં શરૂ કરવામાં આવશે. જેમાં ભારત પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ સંસ્થા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. જેમાં સમગ્ર ગુજરાતની ૫૦ શાળાઓમાં જૂનાગઢ જિલ્લાની માત્ર ૨ જ અને એ પણ સરકારી શાળા મંડલિકપુર અને ભિયાળના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રોજેક્ટસ પસંદ થયેલા હતા.


જેમાં મંડલિકપુર શાળાના ૭ વિદ્યાર્થીઓમાં રામોલિયા ઓમ, દાફડા જીનેશ, ઉમરેટિયા દક્ષ, રામોલિયા સાનિધ્ય વિજ્ઞાન પ્રોજેક્ટસમાં, ઉમરેટિયા પ્રગતિ, મેર હાર્મીશા વિજ્ઞાન કવીઝમાં, સિંધવ રવિ પોસ્ટર સ્પર્ધામાં પસંદ થયેલા હતા. તેમજ ભિયાળ શાળાના ૫ વિદ્યાર્થીઓમાં પરમાર ગોપી, અભંગી ક્રિશ, મકવાણા રોનક અપારનાથી દિવ્યા વિજ્ઞાન પ્રોજેક્ટસમાં અને અભંગી જીનાલી પોસ્ટર સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં સરકારી શાળાના આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો બની શકે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ આયોજન મંડલિકપુર શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી તુષારભાઈ પંડ્યા અને ભિયાળ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હાર્દિકભાઈ કાપડિયાએ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનથી લઈને બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી.
તેમજ આ વિદ્યાર્થીઓએ પ્લાઝમા સંસ્થાના વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. સમગ્ર સંસ્થાની મુલાકાત દરમ્યાન આદિત્ય ટોકોમેક, SST- 1 અને પાવર સ્ટેશન અને કૃત્રિમ સૂર્ય દ્વારા કેવી રીતે ઉર્જાનો ઉપયોગ થશે એ રીતે ભૌતિકવિજ્ઞાન સમજ્યું હતું.
મંડલિકપુર શાળાના વિજ્ઞાન શિક્ષક તુષારભાઈ પંડ્યાએ પોતાનો પ્રોજક્ટ World Beyond the Earth પણ ત્યાં વૈજ્ઞાનિકો અને લોકો સમક્ષ રજુ કર્યો હતો. જેને ઉપસ્થિત સર્વેએ ખૂબ જ પસંદ કર્યો હતો.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!