જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આગામી તા. ૨૨ થી ૨૪ માર્ચ સુધી ટ્રેડ ફેર/ કૃષિ મેળૉ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આગામી તા. ૨૨ થી ૨૪ માર્ચ સુધી ટ્રેડ ફેર/ કૃષિ મેળૉ યોજાશે
જૂનાગઢ : ખેતીમાં રસાયણોના વધતા જતા ઉપયોગને કારણે જમીન તેની ફળદ્રુપતા શક્તિ ગુમાવી રહી છે. જેના કારણે સમયાંતરે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે, આપણા ખોરાકમાં ઝેરી રસાયણના અવશેષો આવી રહ્યા છે, ખોરાકમાં ઉપયોગી તત્વોની ઉણપ જોવા મળે છે. આમ ખેડૂતો અને ઉપભોક્તાઓ એમ બન્ને પક્ષને નુકસાન થાય છે. આ વૈશ્વિક સમસ્યામાંથી બહાર આવવા માટે વર્ષ ૨૦૧૬ માં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) ની દેશવ્યાપી શરૂઆત કરવામાં આવી છે.
જે અંતર્ગત ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત ખેડૂતોની જૈવિક ખેત પેદાશના માર્કેટિંગ માટે ટ્રેડ ફેર/ કૃષિ મેળાનું રાજ્યના આઠ જિલ્લાઓ જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર અને જામનગરના ખેડૂતોની જૈવિક ખેત પેદાશોનું પ્રદર્શન અને સીધું વેચાણ કરવા માટેનું આયોજન કરવામાં આવશે. જે અન્ન્નવયે આગામી તારીખ ૨૨ થી ૨૪ માર્ચ દરમિયાન સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૯:૦૦ કલાક સુધી શ્રી સરદાર પટેલ કોમ્યુનીટી હોલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી કેમ્પસ, મોતીબાગ, જૂનાગઢ ખાતે યોજાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300