રાજ્યના ૮ થી ૧૩ વર્ષનાં બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્સમાં જોડાવવા માટે ઉમદા તક

રાજ્યના ૮ થી ૧૩ વર્ષનાં બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્સમાં જોડાવવા માટે ઉમદા તક
Spread the love

રાજ્યના ૮ થી ૧૩ વર્ષનાં બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્સમાં જોડાવવા માટે ઉમદા તક


જૂનાગઢ : કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન આગામી તા. ૦૧/૦૫/૨૦૨૫ થી ૦૭/૦૫/૨૦૨૫ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે.


આ એડવેન્ચર કોર્સમાં જોડાવા વય મર્યાદા :- ૦૮ થી ૧૩ વર્ષ, સમયગાળો ૦૭ દિવસ રહેશે. શીબીરાર્થીઓ 30/૦૪/૨૦૧૨ થી 30/૦૪/૨૦૧૭ ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ,તે સિવાયના શિબીરાર્થીઓનું અરજી ફોર્મ માન્ય ગણાશે નહી. આ અંગેનુ નિયત ફોર્મ facebook page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તારીખ :- ૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે ઓફિસ નં. ૦૨૮૫- ૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવો. સમયમર્યાદા બાદ મળેલ અને અધુરી વિગતવાળા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ. એમ ઈન્સ્ટ્રકચર ઈન્ચાર્જ પંડીત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!