રાજકોટ શહેર ગાળો બોલવાની ના પાડતા મહિલાના ઘર પર પથ્થરમારો

થોરાળા મેઇન રોડ પર આવેલી સર્વોદય સોસાયટી શેરી.૨ નો બનાવ. મનુબેન ગોરાભાઈ વાળા નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે રાત્રે આજ વિસ્તારમાં રહેતો કરણ ઉર્ફે. કાનો પ્રવિણભાઇ રાઠોડ અને બીજા બે અજાણ્યા શખ્સો ઘર પાસે ઉભા રહી ગાળો બોલતા હતા. કરણ સહિત ત્રણેય શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા. લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા. વૃદ્ધ ના મકાન પર પથ્થરમારો કરી તોડફોડ કરી ત્યાંથી નાસી ગયા હતા. આવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસે કમર કસવી જોઈએ. રાતના સમયે આવારા તત્વો ખુલ્લેઆમ મારામારી તેમજ દારૂની પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેવા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ પોલીસની જરૂર છે. આવા તત્વોને સરભરા કરી કાયદાનું ભાન કરાવું જોઈએ. તેવી મનુબેન ગોરાભાઈ વાળા ની શહેર પોલીસને નંમ્ર વિનંતી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)