તા.૨૨ માર્ચના જનતા કરફ્યુ અન્વયે બસની તમામ ટ્રીપો રદ
કોરોના વાઇરસ સંદર્ભે મુસાફરોની સલામતીને ઘ્યાને લઇ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ તા. ૨૨ના રોજ જૂનાગઢ એસટી ડેપો સંચાલિત તમામ ટ્રીપો રદ કરવામાં આવશે. તેમજ તા.૨૨ ના રોજ સવારે ૫ કલાક બાદ તથા સ્થળ પર પહોંચતા હોય તેવા તમામ રૂટ તા.૨૧ના રોજ રદ થશે. તેમજ જે એક્સ્પ્રેસ રૂટો તા.૨૨ના સવારે ૫ વાગ્યા પહેલા ડેસ્ટીનેશન પર પહોંચી જાય છે તેનુ સંચાલન તા ૨૨ ના રોજ સવારે ૭ થી ૨૧ કલાક દરમિયાન રહેશે. ઉપરાંત લાંબા રૂટની લોકલ નાઇટ આઉટ સર્વીસોને તા. .૨૧ માર્ચના રોજથી જ સંચાલન બંદ રહેશે. જ્યારે તા.૨૩ના રોજ થી રાબેતા મુજબ ચાલુ રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ