અંબાજી મંદિર પણ આગામી 3 મે સુધી દર્શનાર્થીઓ માટે સદન્તર બંધ રહેશે

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ ના ત્રિવેણી સંગમ જેવું અંબાજી મંદિર એક મોટું શક્તિપીઠ છે આ મંદિર હાલ કોરોના વાયરસ ની વૈષ્વીક મહામારી ના કારણે છેલ્લા 27 દિવસ થી દર્શનાર્થીઓ માટે બંધ છે ને પ્રથમ તબક્કાના લોકડાઉન પૂર્ણ થતા આ મંદિર આજે 15 અપ્રીલે ખુલનારું હતું પણ કોરોના વાયરસના સંક્ર્મણ ને નિયત્રંણ માં લેવા માટે કેંદ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 3 મેં સુધી લંબાવતા હવે અંબાજી મંદિર પણ આગામી 3 મેં સુધી દર્શનાર્થીઓ માટે સદન્તર બંધ રહેશે અને સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે ત્યાર બાદ મંદિર ખુલશે, જોકે હાલમાં અંબાજી મંદિર બંધ હોવા છતાં નિત્યકર્મ પ્રમાણે સવાર સાંજ આરતી પૂજા સહીત માતાજીને રાજભોગ પણ ધરવામાં આવી રહ્યું છે તેમ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જમાવ્યુ છે ને માઇ ભક્તોએ માતાજીના દર્શન માટેની રાહ હજી 3 મેં સુધી જોવાની રહેશે.