ધંધુકા અને ધોલેરા તાલુકામાં ૧૪૭ વ્યક્તિઓને હોમ ક્લોરોનટાઇન કરવામાં આવ્યા

હાલની કોરોના ગ્રસ્ત મહામારી covid-19 ના સંક્રમણને રોકવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશબાબુની સુચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સતીષ મકવાણા અને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી નરેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં તથા તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ વાઈરસનો સંક્રમણ રોકવા અને લોકોનું સારૂ આરોગ્ય જળવાઈ રહે તે માટે ધંધુકા અને ધોલેરા તાલુકાના ૧૪૭ હોમ ક્લોરોનટાઇન કરેલ વ્યકિતઓના ગામોમાં તથા અન્ય ગામોમાં સેનીટાઇઝેશનની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
વાગડ, સાલાસર, અણીયાળી, હડાળા, ઉમરગઢ, જાળીયા, અડવાળ, વાસણા, આકરૂ, ઉંચડી, ખરડ, આંબળી, વાલીન્ડા, પીપળી, કમિયાળા, ધનાળા, હેબતપુર, સોઢી, ગોરાસુ, બુરાનપુર, અણંદપુર, ફેદરા ગામોમાં સેનીટાઇઝેશનની કામગીરી કરવામાં આવેલ છે. તથા તબક્કાવાર અન્ય તમામ ગામોમાં સેનીટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે યુધ્ધના ધોરણે આરોગ્યનો સ્ટાફ ખડે પગે આરોગ્યલક્ષી કામગીરી સતત કરી રહેલ છે.