અંબાજી ખાતે સસ્તા અનાજની દુકાનોમા 1880 એપીએલ ધારકોએ જથ્થો મેળવ્યો
શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે લોક ડાઉન ને પગલે સમગ્ર દેશમાં 3 મે સુધી બંધ હોઈ ગુજરાત સરકાર તરફથી રાજ્ય ના ગરીબી રેખા ઉપર આવતા મધ્યમ વર્ગ એટલે કે એપીએલ ધારકો 1 વર્ગ ના લોકો ને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતુ જેમાં અંબાજી ના 1880 લોકોએ લાભ લીધો હતો.
ગુજરાત સરકાર તરફથી એપીએલ વર્ગ-1 મા આવતા લોકો માટે 13 તારીખ થી 18 તારીખ સુધી વિના મૂલ્યે જથ્થો આપવા માટે વિવિધ સસ્તા અનાજ ની દુકાનો પર ઘઉં અનાજ, ચણા ની દાળ, મીઠું અને ખાંડ આપવામાં જાહેરાત કરાઈ હતી જેમા અંબાજી સાત નંબર ગેટ પાસે આવેલી સસ્તા અનાજ ની દુકાન રાકેશ મોદી દ્વારા 265 લોકો ને અનાજ નો જથ્થો આપ્યો હતો, આ સિવાય બી એસ ખંડેલવાલ 445, ઓમ પ્રકાશ અગ્રવાલ 355, રમેશ દવે 375 અને અમરત ઓડ 440 કાર્ડ ધારકોએ અનાજ લીધું હતું.
અંબાજીના સારા લોકોયે અનાજ લઈ ગરીબોને દાન આપ્યું
અંબાજી ખાતે રહેતા ઘણા સારા લોકોયે સુખી સંપન્ન હોવા છતાં પોતાના કાર્ડમા એન્ટ્રી કરાવવા અનાજ લીધું હતું અને તે સિવાય બીજા સુખી સંપન્ન લોકો યે આ અનાજ લઈ ગરીબ લોકો ને દાન આપી મહાનતા દર્શાવી હતી.