બાબરામાં એસ.બી.આઇ બેંક દ્વારા ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ

બાબરામાં એસ.બી.આઇ બેંક દ્વારા ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ
Spread the love

કોરોનાના કહેર સામેએસ.બી.આઇ બેન્કનું પ્રસશનીય કાર્ય. આખો દેશ અત્યારે કોરોના વાયરસ ના ભય હેઠળ ખુબજ કપરો સમય વ્યતીત કરી રહ્યો છે. ત્યારે સરકાર શ્રી દ્વારા અનેક રાહતો જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં લોકોને હજુ ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે મદદ કરવામાં આવી રહી છે. બાબરામાં એસ.બી.આઇ બેંક દ્વારા મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

જેમાં વિજેન્દ્ર કુમાર ચીફ મેનેજર, AGM સાહેબ, પરમાર સાહેબ તેમજ પૂરા સ્ટાફદ્વારા દરેડ રોડ વિસ્તારના ગરીબ પરિવારોને અનાજ ખાંડ ચોખા કઠોળ વગેરેની કીટ બનાવી સરકારશ્રીના નિયમો અનુસાર એક મીટરનું અંતર રખાવી વિતરણ કરવામાં આવી હતી. તેમજ બાબરા બ્રાન્ચ ચીફ મેનેજર દ્વારા વુધ્ધા પેન્શનમાં સમાવે લોકોને ઘરે રૂબરૂ જઈ પેન્શનની રકમ પહો ચાડેલ તેમજ બેંક બા દરેક સ્ટાફને પણ લોકલ ડિસ્ટનીંગ જળવાઈ રહે અને સૅનેટાઈઝર માસ્ક તેમજ હેન્ડ વોશની સુવિધા કરે છે. ત્યારે ગ્રામ જનોમાં સંતોષકારક કામગીરીની સરાહના કરવામાં આવી હતી.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200418-WA0060-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!