જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી એક વર્ષમાં 580 કેસનું સમાધાન
જૂનાગઢ : જૂનાગઢ જુની સિવિલ હોસ્પીટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં એક વર્ષમાં ૬૦૦ કેસો આવેલા જે પૈકી ૫૮૦ કેસોનું સમાધાન થયેલ છે. ઉપરાંત મે માસ દરમ્યાન ૩૭ કેસો આવેલા અને તેમાં પણ ૩૫ કેસોનું સમાધાન થયેલ હતુ. આ સેન્ટરમાં બહેનોને કાયદાકીય સહાય,પોલીસ સહાય,તબીબી સહાય, પરામર્શ તથા રહેવા-જમવાની એટલે કે હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે. કલેકટર શ્રી, મહિલા અને બાળ વિકાસ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરમાં પીડિત મહિલાઓને મદદ કરવામાં આવે છે. હાલમાં કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં આરોગ્ય વિભાગ,પોલીસ વિભાગ, અને વહીવટીતંત્ર દ્વારા બધા લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ રહી છે.
વહીવટીતંત્ર સાથે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ પુરસ્કૃત આ “સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢમાં પણ ૨૪ કલાક પોતાની સેવા આપે છે. તેમજ આ મહામારીમાં પણ સ્ત્રીઓને પતિ તથા સાસરિયાઓના સભ્યો દ્વારા ત્રાસ અને કોઈ બહેનને રહેવા માટેનું ઘર ન હોય,વાહન વ્યવહાર બંધ હોય ત્યારે પીડિત મહિલાઓ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન અને જાતે આવી આ સેન્ટરનો સહારો લે છે. આ પીડિત મહિલાઓને “સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢમાં આશ્રય આપવામાં આવે છે. જૂનાગઢ ખાતે આ સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ જૂની સિવિલ હોસ્પિટલ બન્સ વોર્ડ, આઝાદ ચોક ફોન નં. (૦૨૮૫)૨૬૨૨૧૦૦ ચોવીસ કલાક કાર્યરત છે. પીડિત મહિલાઓને ન્યાય આપવામાં મદદરૂપ થાય છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલ પીડિતાને કઈ રીતે ન્યાય મળ્યો તે જોઈએ તો એક સિંધી સમાજની દિકરી કે જેને પટેલ સમાજમાં લગ્ન કરેલ હતા.આ બેનના સાસુ-સસરા તથા પતિ દ્વારા નાની નાની બાબતોમાં શારીરિક-માનસિક ત્રાસ આપતા બેન ૧૮૧ દ્વારા ‘સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢમાં આવેલા. આથી તેમના પતિને રૂબરૂ બોલાવી બંને પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરી અને નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ભૂતકાળ ભૂલીને નવેસરથી જિંદગી જીવવા જણાવેલ અને સમાધાન કરી શાંતિ થી જિંદગી જીવે છે.
એક લોહાણા જ્ઞાતિની દીકરી કે જે હજુ સગીર હોય તેના પિતા દ્વારા આ દીકરીને ભણવા ની ના પાડતા પિતા પુત્રી વચ્ચે ઝઘડો થતાં “સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢમાં આવેલા.આથી તેમના પિતાને કેન્દ્રમાં બોલાવી સમજાવેલ સમાધાન કરી ઘરે ગયેલ ફરીથી બીજા દિવસે પિતા પુત્રી વચ્ચે આ જ બાબતે ઝઘડો થતાં ફરીથી બેન કેન્દ્રમાં આવેલા તેમના પિતાને બોલાવી સમજાવી સમાધાન કરેલા ત્રણે જણાને શાંતિથી રહેવા સમજાવેલા સહિતની પ્રવૃતિઓ ધ્વારા પીડિતા મહિલાઓ અને તેમના કુટુંબીજનોને આ સેન્ટર મદદરૂપ થાય છે.તેમ સેન્ટરના કેન્દ્ર સંચાલકની યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ