જૂનાગઢ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 63.84 લાખ ફૂડ સિક્યુરીટી એલાઉન્સ ચૂકવાયુ
જૂનાગઢ : સમગ્ર રાજ્યની સાથે હાલ જૂનાગઢ જિલ્લામાં શાળાઓ બંધ છે.શાળાઓ બંધ હોવા છતા પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ઘઉં-ચોખાનો જથ્થો તેમજ ફૂડ સિક્યુરીટી એલાઉન્સ ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ૧૫ દિવસના ફૂડ સિક્યુરીટી એલાઉન્સ પેટે ધો.૧ થી ૮ ના વિધાર્થીઓને ૬૩.૮૪ લાખ ચૂકવવામાં આવ્યા છે. ઉપરાંત આ વિદ્યાર્થીઓને ૬૭૨.૬૬ કવિન્ટલ ચોખા અને ૬૭૨.૬૬ કવિન્ટલ ઘઉંનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જે લોકો શાળાએ અનાજનો જથ્થો લેવા આવી શક્યા ન હતા તેમને અનાજનો જથ્થો ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં પ્રથમ બે તબક્કામાં ફૂડ સિક્યુરીટી એલાઉન્સ પેટે રૂ. ૧૨૧ લાખ અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા. તેમ મધ્યાહન ભોજન ડેપ્યુટી કલેકટર કચેરી જૂનાગઢ દ્વારા જણાવાયું છે. ઉપરાંત હાલ ૩૪ દિવસનું ફૂડ સિક્યુરીટી એલાઉન્સ ચૂકવવાની પ્રક્રિયા કાર્યરત છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ