જૂનાગઢ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરીના સ્વયંસેવકોની કોરોના સંદર્ભે પ્રશંસનીય કામગીરી
જૂનાગઢ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી સહિતના ગામોમાં કોરોના સંદર્ભે સ્વયંસેવકોની કામગીરી પ્રશંસનીય રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી, માળીયા, શેરીયાખાણ, જામવાડી અને આંબેચામાં કોરોના સંક્રમણ દરમિયાન સ્વયંસેવકો એ ખૂબ મહત્વની કામગીરી બજાવેલ છે. જેમાં ગામમાં બહારથી આવતા માણસો ની માહિતી આપવાનું, હોમ કોરન્ટાઈનવાળા માણસોને સમજાવવાનું તેમજ આ બીમારીથી બચવા માટેની લોક જાગૃતિ ફેલાવવાનું કામ કરેલ છે.
આ તમામ સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી તરફથી એક કોરોના વાયરસનો લોગો આપવામાં આવેલ. જેનાથી સામાન્ય નાગરિકો તેમની સલાહને ધ્યાનપૂર્વક સાંભળે અને અપનાવે.તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર,આયુષ મેડીકલ ઓફિસર અને એમ.એસ.આઇ દ્વારા વખતો વખત જોઈતી માહિતી આપવામાં આવે છે .
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ