જૂનાગઢ ડેપોથી કુલ 55 રૂટ પર લોકલ અને એકસપ્રેસ બસનું સંચાલન
- જૂનાગઢ થી રાજકોટ-જામનગર-ભાવનગર અમરેલી સહિતના રૂટનો લોકોને લાભ મળશે
જૂનાગઢ : જૂનાગઢ એસટી વિભાગ દ્વારા લોકોને પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી રોજકોટ,જામનગર,ભાવનગર,અમરેલી સહિત કુલ ૫૫ લોકલ અને એકસપ્રેસ રૂટ પર બસ દોડશે. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સંચાલિત ૯ ડેપોમાં કુલ ૪૯૦ ટ્રીપો તેમજ ૫૫૮૦૪ કિલોમીટરનું સંચાલન કરવામાં આવશે.જૂનાગઢ બસ સ્ટેશન થી ઉપડતી એક્સપ્રેસ ૨૯ તેમજ લોકલ ૨૬ રૂટ પર બસ દોડશે. જેમાં લોકલરૂટમાં જૂનાગઢ થી મેંદરડા, વિસાવદર, તાલાલા, મેંદરડા, બીલખા, તેમજ પોરબંદર, રાજકોટ,સોમનાથ, અમરેલી પર લોકલ સહિતના અને જૂનાગઢથી અમદાવાદ, જામનગર,ભાવનગર,મહુવા સહિતના રૂટનો લાભ લોકો લઈ શકશે.
જૂનાગઢ એસ.ટી. વિભાગીય નિયામક શાહના જણાવ્યાનુસાર એસ.ટી.ના આ સંચાલનમાં ફરજ પરના કર્મચારી દ્વારા દરેક મુસાફરોનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવા સાથે સેનીટાઈઝ થાય તેની કાળજી લેવામાં આવે છે.ઉપરાંત બસમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે મુજબ મુસાફરોનું વહન કરવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ