રાજકોટ : પાડોશીની હત્યાના ગુનામાં કોર્ટે પોલીસમેન કમલેશને 25 વર્ષની સજા ફટકારી

રાજકોટ : તા.૭.૪.૨૦૧૪ એપ્રિલના રોજ બજરંગવાડી પાસે પુનિતનગર શેરી નં.૪ માં ઘર પાસે ખુરશી રાખી બેસવા બાબતે દંપતીની હત્યા કરેલ હતી. હત્યાના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી કમલેશ રાજકોટની સેન્ટ્રેલ જેલમાં છે. ચાલુ ફરજમાં હત્યા કરી હતી. ૨૦૧૪ માં કમલેશ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. આજે અધિક સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે કમલેશને વીડિયો કોન્ફરન્સથી સાંભળ્યો હતો. બાદમાં કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો. હાલ કોર્ટે તેને ૨૫ વર્ષની સજા ફટકારી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)