જુનાગઢ : ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના ૨૪ વિદ્યાર્થીઓની “શોધ યોજના” અંતર્ગત ગુણવત્તાયુક્ત સંશોધન માટે પસંદગી
- દર વર્ષે ૧૫૦૦૦ સ્ટાઈપેન્ડ તેમજ ૨૦૦૦૦ પુસ્તક ખરીદી,મુસાફરી ખર્ચ માટે મળશે
જૂનાગઢ : ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના ૨૪ વિધાર્થીઓની રાજય સરકારના શોધ યોજના અંતર્ગત ગુણવતાયુકત સંશોધન માટે પસંદગી થઈ છે. આ ૨૪ વિધાર્થીઓને ગુણવતાયુકત સંશોધન માટે દર વર્ષે ૧૫૦૦૦ સ્ટાઈપેન્ડ,તેમજ ૨૦૦૦૦ પુસ્તક ખરીદી,મુસાફરી ખર્ચ માટે મળશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા,તેમજ સંશોધનની ક્ષમતાને વિકસાવવા અને પ્રોત્સાહિત કરવા શોધ યોજના રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં લોન્ચ કરવામાં આવેલ હતી. જે અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. ના ૨૪ વિદ્યાર્થીઓની બે વર્ષ માટે રાજ્ય સરકાર તરફથી પસંદગી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા ૪ લાખ રૂપિયા આપવામાં આવશે.
શોધ યોજના અંતર્ગત ગુણવત્તાયુક્ત પી.એચ.ડી સંશોધન થાય તે જરૂરી છે. જે સંદર્ભે તારીખ ૧/૭/૨૦૧૮ પછી જે વિદ્યાર્થીઓને પી.એચ.ડી અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તેમને તારીખ ૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની હતી.જેમાં યુનિ.ના ૨૪ વિધાર્થીઓની પસંદગી થઈ છે. આ યોજનામાં સરકાર દ્વારા પસંદગી પામેલ પી.એચ.ડી. સ્કોલર વિદ્યાર્થીઓને દર વર્ષે રૂપિયા ૧૫૦૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. તેમજ પુસ્તક ખરીદી, નાના ઇક્વિપમેન્ટસ, મુસાફરી ખર્ચ વિગેરે માટે દર વર્ષે રૂપિયા ૨૦,૦૦૦૦ બેંક ખાતામાં બે વર્ષ સુધી જમા કરવામાં આવશે. યુનિવર્સિટીના પસંદગી પામેલ ૨૪ વિધાર્થીઓમાં મનોવિજ્ઞાનના ૮,અંગ્રેજી વિષયના ૬,ઝુલોજી વિષયના૨,લાઇબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સના ૨, ગુજરાતી ના ૨, તેમજ કેમેસ્ટ્રી એજ્યુકેશન, સોશ્યોલજી ના ૧-૧ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ