ધો. 12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 76.69% પરીણામ

Spread the love
  • ગત વર્ષ કરતા 7.42% પરિણામ નીચું

મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું 76.69% પરીણામ આવ્યું છે. જો કે ગત વર્ષે મોરબી જીલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 84.11% આવ્યું હતું. આથી, પરિણામમાં 7.42% જેવો ઘટાડો થયો છે.

મોરબી જિલ્લાના ધો. 12 સામાન્ય પ્રવાહના પરીણામ પર એક નજર કરીએ. તો જિલ્લાના કુલ 6237 પરીક્ષાર્થીઓમાંથી A1 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જયારે A2 ગ્રેડમાં 225, B1 ગ્રેડમાં 821, B2 ગ્રેડમાં 1335, C1 ગ્રેડમાં 1559, C2 ગ્રેડમાં 750, D ગ્રેડમાં 57 અને ગ્રેડમાં E1 ગ્રેડમાં 1 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આમ, મોરબી જિલ્લાનું કુલ પરિણામ 76.69% આવતા વિદ્યાર્થીઓમાં એકન્દરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Janak Raja

Janak Raja

Right Click Disabled!