સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની વિવિધ તબક્કાની પરીક્ષાઓ હાલ મુલતવી રાખવાનો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની વર્ષ ૨૦૧૯-૨૦ ના માર્ચ અને એપ્રિલની વિવિધ તબક્કાની કેટલીક પરીક્ષાઓ માટેની સંભવિત તારીખો નક્કી કરેલ હોય જે હાલ મુલતવી રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રાજકોટની વર્ષ ૨૦૧૯-૨૦ ના માર્ચ-એપ્રિલના વિવિધ તબક્કાઓની કેટલીક પરીક્ષાઓ તા. ૨૫-૦૬-૨૦૨૦ થી શરુ કરવા માટેની સંભવિત તારીખો નક્કી થયેલ હતી.
પરંતુ કોવીડ ૧૯ મહામારી હાલની સ્થિતિને ધ્યાને લેતા હવે તા ૨૫-૦૬ થી શરુ થતા અને ત્યારબાદના તબક્કાઓની તમામ થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષાઓ હાલ મુલતવી રાખવામાં આવે છે આ પરીક્ષાની નવી તારીખો નક્કી થયે જાણ કરવામાં આવશે સ્નાતક અને અનુસ્તાનક તથા અન્ય સંબંધિત કોર્સના અંતિમ સેમેસ્ટરની જે ઓનલાઈન શક્ય હોય તે ફક્ત પ્રોજેક્ટ/વાઈવા અને ડેઝેર્ટેશન પરીક્ષાઓ ઓનલાઈન યોજવાની મંજુરી આપવામાં આવે છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)