રામધન આશ્રમ ખાતે પુણ્યતિથિ નિમિત્તે બુધવારે રોપાઓનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા આશ્રમના મહંત ભાવેશ્વરીમાં એ યાદીમાં જણાવ્યું છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)