ભૂકંપના આંચકા બાદ મોરબીમાં આજે બપોરે ફરીથી આફ્ટરશૉક નોંધાયો

Spread the love

મોરબી : રવિવારે રાત્રે 08:13 મિનિટે સમગ્ર ગુજરાત સહીત મોરબીમાં પણ ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. 5.5ની તીવ્રતાના આંચકા બાદ લોકોએ ઉચાટભરી રાત વિતાવી હતી ત્યારે આજે બપોરે 12:57 મિનિટે મોરબીમાં આફ્ટરશૉક નોંધાયો હતો. જો કે આફટરશૉકની તીવ્રતા ખુબ ઓછી હોવાથી મોટાભાગના લોકોએ તેનો અનુભવ કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છમાં ભચાઉ નજીક હતું ત્યારે ગઈ કાલના ભૂકંપ બાદ કચ્છમાં આ લખાય છે ત્યાં સુધીમાં 11 જેટલા નાના આફ્ટરશૉક નોંધાઈ ચુક્યા છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Janak Raja

Janak Raja

Right Click Disabled!