દેડીયાપાડાના ઝરણાવાડી ગામેથી વરલી મટકાનો પૈસા વડે જુગાર રમતા બે જુગારીયાઓ ઝડપાયા
- અન્ય ફરાર ત્રણ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરાયા
દેડીયાપાડાના ઝારણાવાડી ગામેથી જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા રોકડ રકમ ૧૨૮૨૦ / તથા બે મોબાઇલ ફોન તથામોટર સાઇકલ સાથે કુલ કિ.રૂ .૪૬,૪૨૦ /નો મુદ્દામાલ ઝડપી પાડી બે ઈસમો ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .જ્યારે અન્ય ફરાર ત્રણ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદામા દારૂ જુગારની પ્રવુતીને નેસ્ત નાબુદ કરવા સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્ હિમકર સિંહની સુચના તથા ના.પો.અધિક્ષક રાજપીપલાના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે . તથા સ્ટાફના માણસો માણસો પો.સ્ટે . હાજર હતા.
તે દરમ્યાન પો.કો.અલ્પેશભાઇ ચંદુભાઇ નાઓને ખાનગીરાહે બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે , આરોપી સાજન ઉર્ફે લાલો શિવાજીભાઇ વસાવાઅને તેના મળતીયા માણસો સુરેશભાઇ શંકરભાઇ વસાવા (રહે – ઝરણાવાડી) નો તેના ઘરની બાજુમાં આવેલ ગલીના ભાગે માણસો મજુરીએ રાખી બોમ્બે વરલી મટકાના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી ને આધારે બાતમીવાળા ઘરે રેઇડ કરતા આંકડા લખનાર જીતેંદ્રભાઇ ઉર્ફે બિલ્લો અમરસીંગભાઇ વસાવા તથા હિસાબ લેવા આવનાર ધર્મેદ્રભાઇ રામજીભાઇ વસાવા પાસેથી કુલ કિ.રૂ .૧૨૮૨૦/- તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૧૩,૫૦૦/- તથા આંકડા લખેલ સ્લીપ બૂકો -૩ તથા બોલપેન તથા કાર્બન પેપર ક તથા મોટર સાઇકલ નંગ -૨૦,૦૦૦ સાથે મળી કુલ કિ.રૂ .૪૬,૪૨૦/- સાથે પકડાઇ ગયા હતા તથા હાજર નહી મળી આવનાર અને પોતાના માણસો રાખનાર આકંડા લખવા બીજા ત્રણ આરોપીઓ સાજન ઉર્ફે લાલો શિવાજીભાઇ વસાવા, તથા સુરેશભાઇ શંકરભાઇ વસાવા તથા મહેંદ્રભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ -૧૨ (અ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)