સ્ટેચયુ ઓફ યુનિટીમાં હાઉસ કીપીંગના 11 કર્મચારીઓને 7 માસનો પગાર નથી મળ્યો…!

કેવડિયા કોલોનીમા કોરોનાની મહામારીને કારણે સ્ટેચ્યૂ પર પ્રવાસીઓ માટે જાહેર અવર જવર લોકડાઉનથી બંધ છે. અને હાલ અનલોક ચાલુ છે . તેમા હાલ માત્ર કર્મચારીઓ ફરજ પર છે. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર અને તેના સંલગ્ન પ્રોજેક્ટોમા કામ કરતા મોટેભાગે સ્થાનિક કર્મચારીઓ હોવાથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા તમામ ખાનગી કંપનીને નિયમિત પગાર કરવાની લેખિત સૂચના આપી હતી. આગાઉ પગાર બાબતે UPSને નોટીસ પણ તંત્રએ ફટકારી હતી.
હાલ સ્ટેચ્યૂ પરિસરમા કામ કરતા 11 જેટલા કર્મચારીઓને કોઈપણ કારણ કે નોટિસ વગર કેજાણ બહાર છુટા કરીદેવામાં આવ્યા છે. કેમ કે તેમનો જાન્યુઆરી મહિના થીપગાર બાકી છે અને પ્રોજેક્ટમાં જમીનો ગુમાવવાના સ્થાનિક અસરગ્રસ્ત આ કર્મચારીઓ નું ઘરપગાર પર ચાલતું હોઇ 7 મહિનાથી પગાર થી વંચીત કર્મચારીઓએ આજે સ્ટેચયુ ઓફ યુનિટીના CEOઅને કલેકટર નર્મદાને રજુઆત કરી ન્યાય આપવાની માંગ કરી છે.
આ કર્મચારીઓ ના જણાવ્યા અનુસાર વિશ્વ ની સૌથી ઊંચી ટેસ્યુ ઓફ યુનિટી ખાતે અમે UDs સર્વિસમા અમોએ ૨૩/૧૦/૨૦૧૮થી અત્યાર સુધી પૂરી નિષ્ઠા અને મહેનતથી ફરજ બજાવી છે. જ્યારે અમારી નિયુક્તિ થઇ હતી ત્યારે ૧૧૭૦૦ પ્રમાણે થઇ હતી. પરંતુ ત્યારબાદ જાન્યુઆરી બાદ અત્યાર સુધી અમારા બેઝિક વેતન પ્રમાણે પણ અમને મળેલ નથી. તથા ફેબ્રુઆરીથી જ કોઇ પણ વેતન આપ્યા વિના અમારા પાસેથી કામ લેવામાં આવી રહ્યુ હતુ.
પરંતુ છેલ્લે અમારે જાન્યુઆરીનો જ પગાર ચૂકવવામાં આવેલ છે. જ્યારે એજન્સીના સંચાલકોને વારંવાર ફોન દ્વારા પૂછવામાં આવતા તે અમારા સાથે વાત કરવા પણ તૈયાર નથી અમારી જમીન પરિસરમાં વિકાસ અર્થે ગયેલ છે જેથી પરિવારની જિમેદારી પૂરેપૂરી અમારા પર નિર્ભર છે તથા અમે કોઇ બીજુ કાર્ય કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકતા નથી. વૈશ્વિક મહામારી સમયથી જ કોઇ નોટીસ આપ્યા વિના રાતોરાત છૂટા કરવામાં આવ્યા. જે કોન્ટ્રાક્ટ લેબર ૧૯૭૦ નું સીધુ જ ઉલ્લંઘન જણાઈ રહ્યુ હોવાનુ જણાવ્યુ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)