રોટરી ક્લબ ઓફ રાજપીપલા, અનુપમ મિશન અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા ૭૧માં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી

રોટરી ક્લબ ઓફ રાજપીપલા, અનુપમ મિશન અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા ૭૧માં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી
Spread the love

નાંદોદ તાલુકાના ચિત્રવાડી, ભાદામ, ધાનપોર, જેસલપોર, પોઇચા ગામોમાં રોટરી ક્લબ રાજપીપલા નર્મદા ડેમ તેમજ અનુપમ મિશનના સહયોગથી સામાજિક વનીકરણ રેન્જ રાજપીપલા દ્વારા ૭૧માં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી કરી રોપા વાવેતર તેમજ રોપા વિતરણ કરવામાં આવ્યુંહતુ . જેમાં ફળાઉ વૃક્ષ એવા આમળા, આંબા, જમરૂખ, સીતાફળ, સરગવો જેવા છોડનો સમાવેશ કરાયયો છે. આપ્રસંગે પ્રમુખ ત્રુષાલ પટેલના જણાવ્યા અનુસાર વ્રુક્ષારોપણ ગામમા જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તે હાલના સમયની તાતી જરૂરિયાત છે.

આ વનીકરણની વિશેષતા એ હતી કે અહીં  ફળાઉ વૃક્ષ એવા  આમળા,આંબા , જમરૂખ, સીતાફળ, સરગવો જેવા છોડ હતા. અને આ છોડ જ્યારેવ વૃક્ષ બનશે ત્યારે હરિયાળી ની સાથે સાથે આવકનુંસાધન પણ બની રહેશે. વૃક્ષો-વનોથી ગ્લોબલ વોર્મિગની સમસ્યા અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા હવે આગળ આવવુ પડશે સૌર પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્‍તાર વધારીને પર્યાવરણ જતન કરવું પડશે, છોડમાં રણછોડ છે ત્યારે વધુ વૃક્ષો વાવી આ વિસ્તાર ને હરિયાળું બનવવા ના અમારા પ્રયત્નો છે અને અમર આ પ્રયત્નોથી આ વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી  પણ પ્રાપ્ત થશેતેમ જણાવ્યુ હતુ.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200718-WA0046.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!